Western Times News

Gujarati News

અસામાજિક પ્રવૃતિ સામે કડક હાથે કામ લેવા પોલીસને સૂચના

અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના પોલીસ અધિકારીઓને સ્પષ્ટ પણે જણાવ્યું કે પ્રજાહિતના કામો અને કાયદો વ્યવસ્થાના પાલનમાં રાજ્ય સરકાર ક્યારેય તેમને રોકશે નહિ જ પોલીસ અધિકારીઓ હિમ્મત પૂર્વક આગળ વધે..સીએમ રૂપાણીએ કહ્યું કે રાજ્યના વિકાસને સોળે કળાએ ખીલવવા અને ઉત્તમથી સર્વોત્તમ રાજ્ય બનાવવાના પાયામાં સુદ્રઢ કાયદો વ્યવસ્થા રહેલા છે.

પ્રજાને સતત પ્રતીતિ થાય કે પોલીસ સદાય તેની પડખે છે તેવા પર્સેપશન સાથે અને અસામાજિક પ્રવૃતિઓ સામે સખતાઈથી પેશ આવવા તેમણે સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.મુખ્યમંત્રીએ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં રાજ્યના મહાનગરોના પોલીસ કમિશનરો રાજ્યની વિવિધ રેન્જના આઇ.જી તેમજ તમામ જિલ્લા ના પોલીસ અધિક્ષકો સાથે ગાંધીનગર થી વીડિયો કોન્ફરન્સ યોજી હતી.

તેમણે કોરોના સંક્રમણ કાળમાં કોરોના વોરિયર્સ તરીકે રાજ્યના પોલીસ બેડાએ જે કામગીરી પ્રજાના મિત્ર તરીકે અને પ્રજા હિતમાં કરી છે તેની પ્રસંશા કરી હતી. મુખ્યમંત્રીએ લોકડાઉન ના પાલન અને હવે અન લોક ડાઉનની સ્થિતિમાં પણ પોલીસ ની કામગીરી માટે અભિનંદન પાઠવ્યા હતા.તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારે પોલીસ દળને સમય સાથે ચાલવા સજજ કર્યું છે અને સાયબર ક્રાઇમ સીસીટીવી નેટવર્ક, વિશ્વાસ, સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ વગેરે દ્વારા સાયબર ક્રાઇમના ગુનાઓના નિવારણ અને સંશોધનમાં ઝડપ આવી છે.

સીએમ રૂપાણીએ રાજ્ય પોલીસ દળમાં નવી ભરતીમાં જે યુવાઓ આવ્યા છે તે ટેકનો સેવી છે તેમની સેવાઓ આ હેતુસર વ્યાપક લેવાય તે માટે પણ સૂચવ્યું હતું. તેમણે પોલીસની કડપ અને છાપ જ એવા હોય કે ગુન્હેગાર અને અસામાજિક તત્વો માથું ઊંચકી જ ના શકે તેવી ઈમાનદારી અને કડકાઈ થી પેશ આવવા પોલીસ અધિકારીઓ ને સ્પષ્ટ સૂચના આપી હતી.મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે ભ્રષટાચારવિરોધી ઝુંબેશ વેગવાન બનાવી ને ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સ માટે સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. ઝ્રસ્ રૂપાણીએ અમદાવાદ વડોદરા સુરત રાજકોટ જેવા શહેરો કોસ્મિપોલીટીન બનતા જાય છે ત્યારે એ મહાનગરો માં પણ ક્રાઇમ રેટના વધે તેની કાળજી લેવા તાકીદ કરી હતી.મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે ગુજરાતની શાંત સલામત અને સુરક્ષિત રાજ્ય તરીકે ને ઓળખ છે તેને આપણે વધુ આગળ વધારવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.