Western Times News

Gujarati News

કોમન એલિજિબિલીટ ટેસ્ટ માટે કેબિનેટની લીલીઝંડી

લગભગ ૨૦ રિક્રૂટમેન્ટ એજન્સી સમાપ્ત કરતા સરકારનો ર્નિણય: દેશનાં વધુ છ એરપોર્ટનું ખાનગીકરણ કરાશે

નવી દિલ્હી, દેશના વધુ છ એરપોર્ટનું મેનેજમેન્ટ અને ઓપરેશન પ્રાઈવેટ પ્લેયરને આપવામાં આપી દેવામાં આવ્યું છે. આ સાથે જ નેશનલ રિક્રૂટમેન્ટ એજન્સી (એનઆરએ)ને આધીન એવાં પદ માટે સીઈટી (કાૅમન એલિજબિલિટિ કમ એન્ટ્રસ ટેસ્ટ) આયોજિત કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે કેબિનેટની બેઠક થઈ હતી જેમાં આ ર્નિણયો લોવાયા હતા. કેબિનેટ બેઠકમાં લીધેલા ર્નિણયની જાણકારી વિસ્તારથી કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રેસ કાૅન્ફરન્સમાં આપી હતી. જાવડેકરે કહ્યું કે આજે નોકરી માટે યુવાઓને ઘણી પરીક્ષાઓ આપવી પડે છે. આ બધું સમાપ્ત કરવા માટે નેશનલ રિક્રૂટમેન્ટ એજન્સી (એનઆરએ) હવે કાૅમન એલિજબિલિટી ટેસ્ટ લેશે. આનાથી યુવાઓને લાભ મળશે. દેશમાં લગભગ ૨૦ રિક્રૂટમેન્ટ એજન્સી છે. આ તમામ સમાપ્ત કરતા સરકારે એક ઐતિહાસિક ર્નિણય લીધો છે.

નેશનલ રિક્રૂટમેન્ટ એજન્સી હવે કાૅમન એલિજબિલિટી ટેસ્ટ લેશે. આનો ફાયદો કરોડો યુવાઓને થશે. જે નોકરી માટે અરજી કરે છે. યુવાઓની આ માગ વર્ષોથી હતી પરંતુ અત્યાર સુધી આ વિશે ર્નિણય લીધો નહોતો. આ એક ર્નિણયથી યુવાઓની તકલીફ પણ દૂર હશે અને તેમના પૈસા પણ બચશે. યુવાઓને હવે એક જ પરીક્ષાથી આગળ વધવાનો અવસર મળશે. બેઠકમાં લેવાયેલા વધુ એક ર્નિણયની જાણકારી આપતા જાવડેકરે કહ્યુ કે કેબિનેટે એક કરોડ શેરડી ખેડૂતો માટે પણ ર્નિણય લીધો છે. સરકારે લાભકારી મૂલ્ય વધારી દીધુ છે. અત્યાર ૨૮૫ રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ભાવ નક્કી થઈ. આ ૧૦ ટકા રિક્વરીના આધાર પર છે.

જો ૧૧ ટકા રિકવરી થાય છે તો ૨૮ રૂપિયા ૫૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારે મળશે. આનાથી એક કરોડ ખેડૂતોને ફાયદો થશે. એરપોર્ટ્‌સ માટે ૧ હજાર ૭૦ કરોડ આપવાનો ર્નિણય લેવાયો છે. આ રૂપિયા એરપોર્ટ ઓથોરિટી ઑફ ઈન્ડિયા નાના શહેરોમાં એરપોર્ટનો વિકાસ કરવાના ઉપયોગમાં લાવશે. આનાથી મુસાફરોને સારી સુવિધા મળશે. તેમણે કહ્યુ કે એરપોર્ટ ઓથોરિટી ઑફ ઈન્ડિયા એરપોર્ટને સમગ્ર રીતે પ્રાઈવેટ કંપનીને આપશે નહીં. ૫૦ વર્ષ સુધી ચાલ્યા બાદ તેઓ એરપોર્ટ ફરીથી એરપોર્ટ ઓથોરિટી ઑફ ઈન્ડિયાને પાછા મળશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.