દિલ્હીમાં મેટ્રોના કર્મચારીઓના પગારમાં કાપ મુકવામાં આવ્યો
નવીદિલ્હી, કોરોના વાયરસના કારણે દિલ્હી મેટ્રોની કામગીરી લાંબા સમયથી પ્રભાવિત છે જેની અસર હવે તેના ખજાના પર પણ જાેવા મળી રહી છે દિલ્હી મેટ્રોએ હવે કર્મચારીઓના પગાર અને ભથ્થામાં કામ મુકવાનું શરૂ કર્યું છે આ મહિનાથી આવતા ઓર્ડર સુધી તેમાં ૫૦ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે દિલ્હી મેટ્રોએ આ અંગે એક આદેશ પણ જારી કર્યો છે.
ડીએમઆરસી દ્વારા જારી કરવામાં આવેલા આંતરિક આદેશમાં કહેવામાં આવ્યું છે કે મેટ્રો સેવા ચાલુ ન હોવાને કારણે આર્થિક સ્થિતિ ખુબ જ ખરાબ છે તેથી આવા નિર્ણયો લેવા પડશે આગામી હુકમ ન હોવાને કારણે આર્થિક સ્થિતિ ખુબ જ ખરાબ છે તેથી આવા નિર્ણયો લેવા પડશે આગામી હુકમ સુધી ઓગષ્ટથી પગાર અને ભથ્થાને ધટાડીને ૫૦ ટકા કરવામાં આવ્યા છે દિલ્હી મેટ્રોના કર્મચારીઓને તેમના મુળ પગારના ૧૫-૭૫ ટકા પગાર અને ભથ્થા મળશે ઓગષ્ટના પગારમાં ભથ્થા મૂળ પગારના ૧૫.૭૫ ટકાના દરે ચુકવવાપાત્ર રહેશે દિલ્હી મેટ્રો દ્વારા જારી કરાયેલા આદેશમાં ટાંકવામાં આવ્યું છે કે કોરોના વાયરસના કારણે મેટ્રો કાર્યરત નથી જે એક મોટી આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહી છે જાે કે મેટ્રો કર્મચારીઓ તબીબી સારવાર ટીએ અને ડીએ જેવી અન્ય સુવિધાઓનો લાભ લઇ શકશે આ સિવાય મેટ્રો કર્મચારીઓને મળતી તમામ એડવાન્સ પર પણ આગામી ઓર્ડર સુધી પ્રતિબંઘ મુકવામાં આવ્યો છે પહેલાથી મંજુર કરાયેલાઓને જ એડવાન્સ આપવામાં આવશે.
હાઉસ બિલ્ડીંગ એડવાન્સ મલ્ટિપર્પઝ એડવાન્સ લેપટોપ એડવાન્સ ફેસ્ટિવલ એડવાન્સ જેવા ધણા એડવાન્સિસ પર તાકિદની અસરથી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.આ દરમિયાન ડીએમઆરસી દ્વારા કહેવામાં આવ્યું છે કે દિલ્હી મેટ્રો સેવા બંધ હોવાને કારણે દરરોજ તેને ૧૦ કરોડનું મહેસુલ નુકસાન થયું હોય છે આ દ્ષ્ટિકોણથી તેને એક મહિનામાં ૩૦૦ કરોડનું નુકસાન થઇ રહ્યું છે કોરોના વાયરસના કારણે ૨૨ માર્ચથી દિલ્હી મેટ્રો સેવાઓ બંધ છે.HS