અશોક ગહલોત મંત્રીમંડળો ટુંક સમયમાં વિસ્તાર કરવામાં આવશે
જયપુર, મુખ્યમંત્રી અશોક ગહલોત અને સચિન પાયલોટની વચ્ચે ચાલી રહેલ મતભેદ દુર થયા બાદ કેટલાક ધારાસભ્યોના મનમાં મંત્રી પદની લાલસા જાગી છે રાજકીય વિવાદ સમાપ્ત થયા બાદ હવે ગહલોતની સમક્ષ સૌથી મોટો પડકાર છે કોંગ્રેસ સાથે જાેડાયેલ તમામ ૧૨૪ ધારાસભ્યોને એક રાખવાનો આ એકતાને બનાવી રાખવાની પહેલી પરીક્ષા પ્રસ્તાવિત મંત્રીમંડળ વિસ્તારમાં થશે રાજકીય સંકટમાં ખુદ પાયલોટ વિશ્વેન્દ્ર સિંહ અને રમેશ મીણાને મંત્રીમંડળથી બહાર કરી દેવામાં આવ્યા હતાં વર્તમાન મંત્રીમંડળમાં ૨૨ સભ્યો છે જયારે રાજયમાં ૩૦ મંત્રી બની શકે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર મંત્રિમંડળ વિસ્તારમાં પાટલોટ જુથ ઇચ્છે છે કે તેમના ચાર વરિષ્ઠ ધારાસભ્યોને કેબિનેટ મંત્રી બનાવવામાં આવે આ લાઇનમાં વિશ્વેન્દ્ર અને રમેશ મીણાનું નામ મુખ્ય છે.આ સાથે જ પૂર્વ મંત્રી હેમારામ ચૌધરી અને પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ દીપેન્દ્ર સિંહ શેખાવતનું નામ પણ સામેલ છે જયારે બે ધારાસભ્ય રાજયમંત્રી બનાવવાની દોડમાં સામેલ છે.
આ સાથે જ વર્તમાન મંત્રીમંડળમાંથી બે મંત્રી પદ ખાલી થઇ શકે છે પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ ગોવિંદ સિંગ ડોટાસરાનું શિક્ષણ મંત્રી પદ પાછુ લેવામાં આવે તેવી સંભાવના છે. જયારે માસ્ટર ભંવરલાલ મેધવાલની તબિયત પહેલાથી જ ખરાબ છે આવામાં મંત્રીમંડળ વિસ્તારમાં મેધવાલની જગ્યાએ કોઇ નવો ચહેરો આવે તેવી સંભાવના છે. અપક્ષ ધારાસભ્ય સંયમ લોઢા અને મહાદેવ સિંહ ખંડેલા અને બસપાથી આવેલ રાજેન્દ્ર ગુઢા પણ મંત્રી બનવાની દોડમાં છે.HS