Western Times News

Gujarati News

ધો.૧૦માં ભણતી વિદ્યાર્થીની સાથે ગેંગરેપ બાદ હત્યા

મધુબની, બિહારના મધુબનીમાં એક સગીરા વિદ્યાર્થીનીની હત્યા કરી દેવામાં આવી છે તેની લાશ ગામના જ એક યુવકના ઘરમાંથી મળી ઘટના મધુબની જિલ્લાના કલુઆહી પોલીસ સ્ટેશન વિસ્તારની છે મળતી માહિતી અનુસાર હાઇસ્કુલમાં ભણતી વિદ્યાર્થીની સોમવારે રાત્રે લગભગ ૧૦ વાગે ગુમ થઇ હતી મૃતકાના પિતાનું કહેવુ છે કે તેમની દીકરી કુદરતી હાજતે જવા માટે ઘરેથી નિકળી હતી પરંતુ ઘણી વાર સુધી પરત ન આવતા તે લોકોએ દીકરીની શોઘ શરૂ કરી પરંતુ તેની કોઇ જ ભાળ ન મળી થાકીને તેમણે પોલીસ ફરિયાદ કરી.

મંગળવારે વિદ્યાર્થીની લાશ પડોશમાં રહેતા યુવકના ઘરમાંથી મળી આવી મળતી માહિતી અનુસાર જે યુવકના ઘરથી સગીરાનાની લાશ મળી છે તે યુવકની પીડિતા સાથે કહેવાતી રીતે મિત્રતા હતી ગામ લોકોને આશંકા છે કે મિત્રતામાં છેતરીને યુવક અને તેના કેટલાક મિત્રોએ કિશોરીનું અપહરણ કરીને તેની સાથે ગેંગરેપ કર્યા બાદ તેની હત્યા કરી દીધી જાે તે તપાસ પુરી થાય ત્યાં સુધી પોલીસ હાલ આ મામલામાં કંઇ કહેવા માંગતી નથી ધટના બાદથી આરોપી યુવક અને તેના મિત્રો ફરાર છે જાે કે આરોપીના પિતા કિશોરી સહનીને કસ્ટડીમાં લઇને પોલીસ પુછપરછ કરી રહી છે. આરોપી યુવકના પિતા કિશોરી સહનીએ જ ઘરમાં સગીરાની લાશ હોવાની માહિતી ગામ લોકોને આપી હતી ત્યારબાદ હત્યાના આ ચોંકાવનારી ઘટના પરથી પડદો ઉઠયો હતો હાલ પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જાેઇ રહી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.