Western Times News

Gujarati News

પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી

Files Photo

બંગાળની ખાડીમાં સર્જાઇ રહેલા લોપ્રેશરને કારણે સમગ્ર રાજ્યમાં ૨૧-૨૭ ઓગસ્ટ સુધી વરસાદ થવાની સંભાવના
ગાંધીનગર,  આગામી પાંચ દિવસમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાઇ રહેલ લોપ્રેશરને કારણે સમગ્ર રાજ્યમાં ૨૧થી ૨૭ ઓગસ્ટ સુધી સારો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસમાં સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, તાપી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, વલસાડ, જામનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, પોરબંદર, મોરબીમાં ભારેથી અતિભારે જ્યારે ખેડા, આણંદ અને દેવભૂમિ દ્વારકામાં અત્યંત ભારે વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે. ૧૮થી ૨૨ઓગસ્ટ તમામ વિભાગોને એલર્ટ રહેવા તથા જરૂરી આગોતરી તૈયારીઓ કરવા રાહત કમિશનર દ્વારા તાકીદ કરવામાં આવી છે. રાહત કમિશનર અને અધિક સચિવ હર્ષદ પટેલના અધ્યક્ષ સ્થાને આજે વેધર વોચ ગ્રૂપનો વેબીનાર ગાંધીનગર ખાતે યોજવામાં આવ્યો હતો.

રાહત કમિશનર હર્ષદ પટેલે વર્ચ્યુઅલ મિટિંગમાં ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું હતું કે બુધવારે સવારે ૬ થી બપોરના ૨ સુઘી ૧૧૫ તાલુકાઓમાં ૧ મીમી થી લઇ ૬૨ મીમી સુધી વરસાદ નોંધાયો છે. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ ૬૨ મીમી વરસાદ પડ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી ૧૮ ઓગસ્ટ સુધી ૬૯૪.૬૩ મી.મી. વરસાદ નોંધાયેલ છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ ૮૩૧ મીમીની સરખામણીએ ૮૩.૫૯% છે.

કૃષિ વિભાગ દ્વારા જણાવ્યું હતું કે ચાલુ વર્ષે ૧૮ ઓગસ્ટ સુધીમાં અંદાજીત ૮૦.૬૪ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન ૭૫.૫૧ લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૯૪.૯૯% વાવેતર થવા પામ્યું છે. સિંચાઇ વિભાગ દ્વારા જણાવ્યું હતુ કે સરદાર સરોવર જળાશયમાં ૧૮૧૯૯૭ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૫૪.૪૮% છે. SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.