Western Times News

Gujarati News

જાહેરમાં જન્મ દિનની ઉજવણી કરવા બદલ આઠની ધરપકડ

સુરતનો વીડિયો વાયરલ થતાં પોલીસની કાર્યવાહી-કોરોનાના જોખમ વચ્ચે કેટલાક યુવક અને યુવતીઓએ જાહેરમાં કેક કાપી જન્મ દિવસની ઉજવણી કરી રહ્યા હતા
સુરત,  સુરત પોલીસે જાહેરમાં જન્મ દિવસની ઉજવણી બદલ સાત લોકોની ધરપકડ કરી છે. હાલ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે તંત્રએ તમામ પ્રકારના જાહેર કાર્યક્રમ કરવા કે કોઈ ઉજવણી કરવાની મનાઇ ફરમાવી દીધી છે. આ ઉપરાંત કોરોનાનો ચેપ ન લાગે તે માટે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની તેમજ માસ્ક પહેરવાની લોકોને અપીલ કરી છે. આ દરમિયાન સુરતના વેસુમાં જાહેરમાં સોશિયલ ડિસ્ટન્સિંગ રાખ્યા વગર જન્મ દિવસની ઉજવણી કરનાર સાત લોકોની પોલીસે જાહેરનામા ભંગ બદલ ધરપકડ કરી છે. આ સાત લોકોમાં એક યુવતી પણ સામેલ છે.

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf

સુરતમાં કોરોનાના કહેર વચ્ચે જાહેરમાં જન્મ દિવસની ઉજવણીનો એક વીડિયો ખૂબ વાયરલ થયો હતો. આ વીડિયોમાં સાતથી-આઠ યુવક યુવતીઓ જાહેરમાં કેક કાપીને ઉજવણી કરતા નજરે પડે છે. શરૂઆતમાં આ વીડિયો મગદલ્લા વિસ્તારનો હોવાની વાત વહેતી થઈ હતી. આ મામલે ઉમરા પોલીસે તપાસ કરતાં વીડિયો વેસુ એલ.આઇ.જી. આવાસનો હોવાનું જાણવા મળ્યું હતું.

વેસુ એલઆઇજી આવાસ સુડામાં રહેતાં ૨૫ વર્ષીય નિકુંજ બળદેવ મોદીનો ૧૪મી ઓગસ્ટે બર્થ ડે હતો. જેની જાહેરમાં કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. ત્રણ દિવસ બાદ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. કોરોના સંક્રમણને રોકવા માટે ચાર કરતાં વધુ વ્યક્તિઓએ કોઇ કાર્યક્રમ માટે ભેગા થવા ઉપર પ્રતિબંધ છે.

આથી જાહેરમાં થયેલી ઉજવણીને લઇને ઉમરા પોલીસે જાહેરનામા ભંગની કલમ ૧૮૮ અંતર્ગત ગુનો નોંધીની નિકુંજ મોદી, ભાવિન શરદ પવાર, પરિમલ ગિરીશ શાહ, અલથાણ પુરુષોત્તમનગરના કિશન યોગેન્દ્ર રાજપૂત, પાર્લે પોઇન્ટ અશ્વદીપ સોસાયટીનાં વિશાલ બહાદુર સોની, વેસુ સુમન સાગર આવાસના સૂરજ રાજુ મેઘા, પાલનપુર જકાતનાકા સિલ્વર પાર્ક સોસાયટીના ધવલ વામન કદમની ધરપકડ કરી હતી. પોલીસે આ જાહેરમાં જન્મ દિવસની ઉજવણી બદલ એક યુવતીની પણ ધરપકડ કરી. પોલીસે આ જાહેરમાં જન્મ દિવસની ઉજવણી બદલ એક યુવતીની પણ ધરપકડ કરી છે. SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.