ભરૂચ પોલીસવડાની કચેરી પાછળથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો
રહેણાંક વિસ્તાર માં દુર્ગંધ ફેલાતા રહીશોએ ઝાડી ઝાખડા માં તપાસ કરતા મૃતદેહ મળી આવતા પોલીસને જાણ કરાતા મૃતદેહનો કબ્જો લઈ પી.એમ અર્થે ખસેડ્યો.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચના કાળી તલાવડી સ્થિત ભરૂચ જીલ્લા પોલીસવડા ની કચેરીના પાછળ ના રહેણાંક વિસ્તાર નજીક આવેલ અવાવરું જગ્યાએ થી અત્યંત દુર્ગંધ આવતી હોવાના કારણે આસપાસ ના રહીશોએ અવાવરું જગ્યા ની ઝાડી ઝાખડામાં તપાસ કરતા અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા સ્થાનિક રહીશો ચોંકી ઉઠ્યા હતા અને તાત્કાલીક પોલીસને જાણ કરતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહ નો કબ્જો લઈ પી.એમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.તો બીજી તરફ હત્યા કે આત્મહત્યા અંગે પ્રશ્ન ઘૂંટાતો હતો.ત્યારે પી.એમ કાર્ય બાદ રિપોર્ટ માં શું બહાર આવે તે જોવું રહ્યું.
બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ ની કાળી તલાવડી સ્થિત આવેલી જીલ્લા પોલીસવડાની કચેરી પાછળ અવાવરું અને ઝાડી ઝાખડા માં એક અજાણ્યા પુરુષનો મૃતદેહ ડીકમ્પોઝ અવસ્થા માં પડ્યો હોવાની જાણ સ્થાનિકો એ ભરૂચ બી ડિવિઝન પોલીસ મથક ને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે તાત્કાલીક દોડી આવી તપાસ હાથ ધરી હતી.
જોકે મૃતદેહ એવી જગ્યા એ પડેલો હતો કે મૃતદેહ સુધી પહોંચવા અને તેને અવાવરું જગ્યા એ થી બહાર કાઢવા માટે લોખંડ ની સીડી નો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને મૃતદેહ ને બહાર કાઢવામાં આવ્યો હતો.મૃતદેહ ની તપાસ કરતા મરણ જનારના જમણા હાથના અંગુઠા નજીક રાજ નામ ચીતરાવેલું મળી આવ્યું હતું.
જો કે હજુ સુધી મૃતદેહ ની ઓળખ થઈ નથી.પરંતુ મૃતક નું મોત કઈ રીતે થયું છે તે દિશા માં તપાસ અર્થે મૃતદેહ ને પી.એમ અર્થે ભરૂચ ની સિવિલ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.ત્યારે અજાણ્યા પુરુષ ના મળી આવેલ મૃતદેહ અંગે અનેક પ્રશ્ન સામે આવ્યા છે.મરણ જનાર ની હત્યા થઈ છે કે તેને આત્મહત્યા કરી છે કે પછી જળચર જીવે કરડી લેવાના કારણે મોત નીપજ્યું છે તેવા અનેક પ્રશ્નો મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે.ત્યારે મૃતદેહ નું પી.એમ કરાવ્યા બાદ રિપોર્ટ માં શું બહાર આવે છે તે જોવું રહ્યું.