Western Times News

Gujarati News

શાર્પ શૂટર સલમાન ફરાર થતા ATSની ચિંતામાં વધારો થયો

અમદાવાદ: પૂર્વગૃહરાજ્ય પ્રધાન ગોરધન ઝડફિયાના કાર્યકાળ દરમ્યાન ગોધરાકાંડ બાદ ગુજરાતમાં થયેલા કોમી તોફાનોનો બદલો લેવા માટે છોટા શકીલ ગેંગના બે આરોપીઓ પૈકી રેકી કરનારની અમદાવાદની રિલીફ રોડ પર આવેલા વિનસ હોટલમાંથી એટીએસે ઝડપી પાડ્યો હોવાનું ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા એ માહિતી આપી હતી.

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf

તેમણે વધુમાં કહ્યું હતું કે, અત્યારે એટીએસ દ્વારા સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ આમા કોની કોની સંડોવણી છે તે બાબતે કહી શકાશે. ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, પૂર્વગૃહ રાજ્યપ્રધાન ગોરધન ઝડફિયા પર હુમલો કરવા માટે છોટા શકીલ ગેંગના બે લોકો આવ્યા હોવાની એટીએસને બાતમી મળી હતી. બાતમીના આધારે એટીએસની ટીમે વોચ ગોઠવી હતી. એટીએસની ટિમ દ્વારા અમદાવાદની રિલીફ રોડ પર આવેલ વિનસ હોટલમાં મંગળવારની મધ્યરાત્રીએ તપાસ શરૂ કરી હતી.

તે દરમ્યાન મારવા આવેલો શાર્પ શૂટર દ્વારા કમલમ કાર્યાલયની રેકી કરવા માં આવી હતી. જેના વીડિયો નેધરલેન્ડ મોબાઈલ ફોનના માધ્યમથી વીડિયો ફૂટેજ અને ફોટા મોકલી આપ્યા હતા. કમલમમાં પ્રવેશવાના દરવાજા, બેઠક વ્યવસ્થા, ઓફિસ ઉપરાંત જવાના રસ્તાઓના ફોટો અને વિડીયોગ્રાફી કરીને તેના બીજા સાથીદારોને મોકલી આપ્યા હતા. મહતપૂર્ણ બાબત તો એ છે કે, પકડાયેલો શાર્પ શૂટર માત્ર રેકી કરવાનું કામ કરતો હતો .જ્યારે મુખ્ય શાર્પ શુટર સલમાન હાથમાં ન આવવાથી એટીએસની ચિંતામાં વધારો થયો છે.

કારણ કે, ઇરફાન દ્વારા રેકી કર્યા બાદ નેધરલેન્ડના હેંડલરને વોટ્‌સએપમાં વિડીયો અને ફોટો મોકલ્યા બાદ કહ્યું હતું કે, સલમાન હોટલ પર આવશે અને તને બધી મદદ કરશે. ગુજરાત બીજેપીના ઉપપ્રમુખ અને પૂર્વગૃહરાજ્યમંત્રી ગોરધન ઝડફિયાને દાઉદ ઇબ્રાહિમના ઈશારે મારવા આવેલા ઇરફાન એટીએસના હાથે ઝડપાઇ ગયો છે. જોકે, જે રીતે ફિલ્મી સ્ટાઇલથી આરોપી ઈરફાન પકડાયો હોવાને લીધે એટીએસના સમગ્ર ઓપરેશનને આશંકાની દ્રષ્ટિએ જોવામાં આવી રહ્યું છે.

અત્યારે તો પોલીસ ઇન્વેસ્ટિગેશન દરમ્યાન પકડાયેલો ઇરફાન વોન્ટેડ સલમાનને લઈ પોલીસને ગોળ ગોળ ફેરવી રહ્યો છે. સલમાન બુધવારે મોડી રાતે હોટલમાં આવવાનો હતો આરોપી સલમાનના નેધરલેન્ડના એક મોબાઈલ નંબર પર ઇરફાને કમલમ અને ગોરધન ઝડફિયાના વીડિયો મોકલ્યા છે. જેની પોલીસે તપાસ કરતા વોટસપ ચેટમાં મુખ્ય શાર્પ સૂટર સલમાન હોવાનું બહાર આવ્યું છે. જ્યારે ઇરફાનનો ઉપયોગ માત્ર રેકી કરવા માટે થયો હોવાનું બહાર આવ્યું છે. જ્યારે અમદાવાદની રિલીફ રોડ પર આવેલ વિનસ હોટલ પર સલમાનના આગમન બાદ રાજકીય નેતાઓની હત્યાને આખરી અંજામ આપવાનો ઈરાદો હતો. આ સમગ્ર ઓપરેશન માટેની યોજના હોટલ પર ધડવામાં આવનારી હતી.આરોપી ઈરફાન હોટલ પર આવ્યો ત્યારે કોઈપણ શસ્ત્ર સરંજામ વગર આવ્યો હતો.sss


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.