Western Times News

Gujarati News

આગામી ચૂંટણીમાં તમામ ૧૮૨ બેઠક જીતીશું : પાટીલ

ગાંધીનગર: ભાજપ ગુજરાતનાં અધ્યક્ષ સીઆર પાટીલ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસે છે. આજે તેમનો બીજો દિવસ છે. પ્રદે અધ્યક્ષે આજે ભાજપના કાર્યકર્તાઓને અનેક વાતો સમજાવી દીધી છે. તેમણે કાર્યકર્તાઓને સ્પષ્ટ વાત કરતા કહ્યું કે, જૂથવાદ કરનારને તેનું સ્થાન બતાવાવમાં આવશે. અમે કાર્યકરોને વિનંતી કરી છે કે, તેઓ ક્યારેય જૂથવાદમાં પડે નહીં. તમે તમારા મેરિટ ઉપર જ લક્ષ્ય આપજો. તમને તમારા કરેલા કામ પરથી જવાબદારી સોંપવામાં આવશે.

કોઇના કહેવાથી અને કોઇના જૂથમાં રહેવાથી કોઇ જવાબદારી નહીં મળે. સીઆર પાટીલે વધુમાં જણાવ્યું કે, ૨૦૨૨માં તમામ ૧૮૨ બેઠક પર અમે જીતીશું. લોકસભાની ૨૬માંથી ૨૬ બેઠક જીત્યા હતા તેવી જ રીતે વિધાનસભાની પણ ૧૮૨માંથી ૧૮૨ બેઠકો પર જીત મેળવીશું. ૧૮૨ બેઠકો જીતવી અધરી વાત નથી. આ માટે અત્યારથી જો કહેલા કામ પાર પાડશે તો આ જીત એક હજારને એક ટકા નક્કી છે. આ ઉપરાંત તેમણે કાર્યકર્તાઓનાં શિક્ષક બનીને પણ અનેક વાતોની ટકોર કરી કે, કાર્યકરોને જૂથવાદથી દૂર રહી કામ કરવું જોઇએ. નેતાઓના ઝભ્ભા પકડવાના બદલે પેજ સમિતિમાં સાચા કાર્યકરોને સ્થાન આપવા સૂચના આપવામાં આવી છે. ચૂંટણીમાં જો ટિકિટ જોઇતી હશે તો છેલ્લી ૪ ચૂંટણીમાં પેજ-બુથમાં પક્ષને લીડ હોવી જરૂરી છે. જો લીડ ન હોય તો ટિકિટની અપેક્ષા ન રાખવી.

લોકોના કામ કરવા કાર્યકરોને ટકોર કરી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે જુના નેતાઓને એક કરવાની શરૂઆત કરતા પૂર્વ આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્યની મુલાકાત લીધી છે. હેમાબેન આચાર્ય આરઝી હુકુમત આંદોલનમાં સામેલ થયા હતા. આ સાથે તેઓ ગુરુકુળના સંતોનાં આશીર્વાદ પણ લીધા. આ અંગે તેમણે જણાવ્યું કે, ગુરુકુળના સંતોનાં આશીર્વાદ બદલ હું ખૂબ ધન્યતા અનુભવું છું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.