Western Times News

Gujarati News

ન મારે દયા જાેઇએ,ન ઉદારતા જે પણ સજા મળે તૈયાર છું: પ્રશાંત ભૂષણ

નવીદિલ્હી, જાણીતા વકીલ પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે તેમને અદાલતની અવમાનના મામલામાં સજા મળવાનો ડર નથી તેમણે કહ્યું કે તેમને અદાલતથી રહેમ જાેઇએ નહીં જે પણ સજા મળશે તેના માટે તે તૈયાર છે.ભૂષણે પોતાના વકીલ દુષ્યંત દવે દ્વારા સુપ્રીમ કોર્ટથી માંગ કરી છે કે સજા સાંભળવાને લઇ યોજાનારી સુનાવણીને પુનર્વિચાર અરજી પર નિર્ણય આવવા સુધી ટાળી દેવામાં આવે દવેએ સુપ્રીમ કોર્ટથી કહ્યું કે હાલ આ કેસમાં પુનર્વિચાર અરજી દાખલ કરવાની બાકી છે.
આ માંગ પર સુપ્રીમ કોર્ટે ભૂષણને કહ્યું કે અમે તમને વિશ્વાસ અપાવીએ છે કે જયાં સુધી તમારી પુનર્વિચાર અરજી પર નિર્ણય થશે નહીં સજા સંબંધી કોઇ કાર્યવાહી કરવામાં આવશે નહીં ભૂષણે અદાલતમાં કહ્યું કે તેમની વિરૂધ્ધ અવમાનના કાર્યવાહીમાં સજા પર દલીલો અન્ય બેંચે સાંભળવી જાેઇએ સુપ્રીમ કોર્ટે સજા નક્કી કરવા પર અન્ય બેંચ દ્વારા સુનાવણીની ભૂષણની માંગ અસ્વીકાર કરી દીધી.

પ્રશાંત ભૂષણના વકીલ દુષ્યંત દવેએ દલીલ કરી કે આકાશ તુટી પડશે નહીં જાે કોર્ટ પુનર્વિચાર અરજી પર સુનાવણીની રાહ જાેશે પુનર્વિચાર અરજી કોઇ અન્ય બેંચ પણ સાંભળી શકે છે. કોઇ જરૂરી નથી કે આ જસ્ટિસ ન્યાયમૂર્તિ મિશ્રાની બેચ સુનાવણી કરે. મારા ટ્‌વીટ જેના આધાર પર અદાલતની અવમાનનાનો મામલો માનવામાં આવ્યો છે હકીકતમાં તે મારી ફરજ છે તેનાથી વધુ કાંઇ નથી આ સંસ્થાને સારી બનાવવાના પ્રયાસના રૂપમાં જાેવી જાેઇતી હતી.

ન્યાયમૂર્તિ ગવઇએ વકીલ દવેને કહ્યું કે રાજીવ ધવને તો ૧૭ ઓગષ્ટે કહ્યું હતું કે પુનર્વિચાર અરજી તૈયાર છે તો તમે દાખલ કેમ કરી નહીં. દવેએ કહ્યું કે પુનર્વિચાર અરજી મારો અધિકાર છે એવી કોઇ અવરોધ નથી કે હું ૨૪ કલાકની અંદર પુનર્વિચાર અરજી દાખલ કરૂ પુનર્વિચાર અરજી દાખલ કરવાની મુદ્‌ત ૩૦ દિવસ છે.જાે તમે પુનર્વિચાર સુધી અટકી જશો તો આકાશ તુટી પડશે નહીં એ જરૂરી નથી કે આ બેંચ પુનર્વિચાર અરજી સાંભળે.

ન્યાયમૂર્તિ અરૂણ મિશ્રાએ કહ્યું કે સારા કામ કરવાનું સ્વાગત છે અમે તમારી સારા મામલાને દાખલ કરવાના પ્રયાસોની પ્રશંસા કરીએ છીએ અમે ફેયર ક્રિટિસિઝમની વિરૂધ્ધ નથી સંતુલન અને સંયમ ખુબ જરૂરી છે તમે સિસ્ટમનો હિસ્સો છે ખુબ કંઇ કરવાના ઉત્સાહમાં તમને લક્ષ્મણ રેખાને પાર કરવી જાેઇએ નહીં જાે તમે પોતાની ટીપ્પણીઓને સંતુલિત કરતા નથી તો તમે સંસ્થાને નષ્ટ કરી દેશો. અમે અવમાનના માટે આટલી સરળતાથી દંડ આપતા નથી મારા પોતાના સમગ્ર કેરિયરમાં એક પણ વ્યક્તિને કોર્ટની અવમાનનાના દોષિત ઠેરવવામાં આવ્યા નથી ગરેક વાત માટે લક્ષ્મણ રેખા છે તમારે લક્ષ્મણ રેખાપાર કરવી જોઇએ નહીં.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.