સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી
રાજસ્થાન અને મધ્યપ્રદેશ પર સર્જાયેલી સિસ્ટમથી ગુજરાતમાં પણ વરસાદ પડશે |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : ઘણા લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં કેટલાંક વિસ્તારોમાં પડી રહેલા વરસાદથી ખેડૂતોમાં છવાયેલી ચિંતાના વાદળો જે ઘેરાયા હતા તે દુર થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જાવા મળી રહ્યો છે.
હવામાન ખાતાના આગાહી અનુસાર આગામી ૪૮ કલાકમાં દક્ષિણ ગુજરાતના ખાસ કરીને સુરત, ડાગ, વલસાડ, નવસારીમાં અતિભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તો રાજ્યના અન્ય ભાગોમાં મધ્યમ વરસાદ પડશે. ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી ચહેરા ઉપર જેનું તેજ વિલીન થઈ ગયુ હતુ.
તેમના ચહેરા ઉપર લાલી ઉપસી આવી છે. ખેડૂતોમાં પડેલા વરસાદથી પાક બળી જવાની ચિંતા પણ દૂર થઈ છે. કચ્છ વિસ્તારમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. અત્યારે કચ્છના લખપતમાં વરસાદના ઝાપટાં પડવા શરૂ થઈ ગયા છે.
સૌરાષ્ટ્રના રાજકોટ શહેરમાં અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ ઉપર નદીઓ વહેવા માંડી છે. વીજળી પડવાથી એક યુવકનું મોત થયાના સમાચાર છે. દ્વારકામાં પણ અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
બનાસકાંઠામાં વાવાઝોડા અને તથા મેઘગર્જના સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. ધનસુરામાં માત્રે બે જ કલાકમાં બે ઈંચ વરસાદ તથા લીલીયામાં ૩ ઈંચ વરસાદ ખાબક્યો છે. અમરેલીની શેત્રુંજી નદીમાં ઘોડાપુર આવતા નદીકાંઠે રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરાઈ છે. ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની મહેર ભારે વરસાદની આગાહી વડોદરામાં પોણો ઈંચ જેટલો વરસાદ પડયો છે.
વરસાદ આવતા સરકારની જળસંકટની ચિંતા પણ થોડેઘણે અંશે દૂર થઈ છે. વરસાદ આવતા સુકા પડેલા ડેમોમાં પાણી આવવા લાગ્યા છે. તથા સૌરાષ્ટ્ર ગુજરાતની ઘણી નદીઓમાં પણ પાણીની ભરતી થઈ રહી છે.