Western Times News

Gujarati News

BSNLની ઉદાસીનતાંથી ફાયર બ્રિગેડની ઈમરજન્સી લાઈનો ચાર દિવસથી ડાઉન

BSNL અધિકારીઓને રજુઆત છતાં સમસ્યા ઠેરની ઠેરઃ દર દસ
મિનિટે ૧૦૧-૧૦ર ફોન નંબર બંધ થઈ જાય છે.

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : શહેરમાં ઈમરજન્સીની પરીસ્થિતીમાં નાગરીકોને ઉગારતી ફાયર બ્રિગેડની ફોન લાઈનો છેલ્લા ચાર દિવસથી ખોટકાયેલી પડી છે. આ અંગે વારંવાર રજુઆત કરવા છતાં બીએસએનએલ નાં ઓફીસરોનાં પેટનું પાણી હલતું નથી. જયારે ફાયર બ્રિગેડનાં કર્મચારીઓ પોતાનાં પર્સનલ મોબાઈલ નંબર આપીને હાલમાં તમામ પરીસ્થિતી પર કાબુ રાખવા તનતોડ મહેનત કરી રહયાં છે. બીજી તરફ લાઈનો ખોરંભે ચડતાં કેટલાંક બનાવો દરમ્યાન ફાયર બ્રિગેડનો સંપર્ક કરવામાં નાગરીકોને પણ તકલીફ થઈ રહી છે. જયારે સામે ફાયરબ્રિગેડનાં પણ એ જ હાલ છે.

સંકટ સમયે નાગરીકોને ઉગારવામાં અવ્વલ રહેતી ફાયરબ્રિગેડની ૧૦૧ તથા ૧૦ર નંબરની લાઈનોમાં આશરે ચાર દિવસ અગાઉ મુશ્કેલી શરૂ થઈ હતી. લાઈનો બંધ થતાં બીએસએનએલનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેથી લાઈનો ચાલુ થઈ હતી. જા કે આ બાદ ઈમરજન્સી લાઈન ૧૦૧ અને ૧૦ર દર દસ મીનીટે બંધ થઈ જાય છે. જેનાં પગલે પોલીસ ૧૦૮ કે સામાન્ય નાગરીકો સહાય માટે ફોન કરે ત્યારે ફોન લાગતાં નથી. અને સમગ્ર શહેર બીએસએનએલનાં કર્મચારીઓની કાર્ય કરવાની ઈચ્છા શકિતનાં અભાવનું પરીણામ ભોગવી રહયું છે.

આ અંગે ફાયરબ્રિગેડ કંટ્રોલ રૂમનાં કર્મચારીઓએ અધિકારીને રજુઆત કરી હતી. આ અધિકારીએ પણ બીએસએનએલનો સંપર્ક સાધીને પરીસ્થિતીની રજુઆત કરવા છતાં બીએસએનએલનાં અધિકારીઓ કાર્યમાં બેદરકારી કરી રહયાં છે. બીજી તરફ કાર્ય માટે પ્રતીબધ્ધ અને નાગરીકોની સલામતી માટે સતત સક્રીય રહેતાં ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમનાં જવાનોએ બીએસએનએલનાં ભરોસે ન રહેતાં પોલીસકંટ્રોલ રૂમ તથા ૧૦૮ જેવી ઈમરજન્સી સેવાઓને પોતાનાં પર્સનલ મોબાઈલનાં નંબરો આપી રાખ્યા છે.

જેથી ૧૦૧ અને ૧૦ર લાઈનો બંધ આવે એ સ્થિતિમાં તેમનો સંપર્ક કરી શકાય સમગ્ર પરીસ્થિતી ફાયર બ્રિગેડનાં જવાનોને પણ વાકેફ કરવામાં આવ્યાં છે. અને જરૂ પડયે ફોન લાઈનો બંધ હોય એ સ્થિતીમાં વાયરલેસથી સંપર્કમાં રહેવા જણાવાયું છે. કંટ્રોલ રૂમનાં કર્મચારીઓ ટેલીફોન લાઈનો બંધ થવા કે શરૂ થવાનાં સમયની પણ નોંધપોથી બનાવી રહયાં છે. જેથી લાગતા વળગતાં અધિકારીઓનું ધ્યાન દોરી શકાય.

બીએેસએનએલની ખરાબ સેવાને પગલે કેટલાંક પોલીસ સ્ટેશનમાં પણ મોબાઈલનો ઉપયોગ

સરકારી વિભાગોમાં બીએસએનએલની લાઈનો જ ચાલતી હોય છે. જે ખરેખર તો જાહેર સેવાઓ માટે હાનિકારણ છે. જેમ કે અમદાવાદના બધા જ પોલીસ સ્ટેશનોમાં બીએસએનેએલના ફોન લાઈનો છે. આ લાઈનોમાં અવાજની કે અન્ય મુશ્કેલીઓ ઉભી થાય ત્યારે બીએસએનએલનો સંપર્ક કરવામાં આવે છે. પરંતુ કેટલીક વખત તો રજુઆત કરવા છતાં પોલીસના ફોનની સમસ્યાનું પણ નિવારણ થતું નથી. જેના પરિણામે અમદાવાદ શહેરમાં કેટલાંક પોલીસ સ્ટેશનોમાં લેન્ડ લાઈનના બદલે મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યા છે. 

ચાર દિવસથી બંધ ફોન લાઈનોનાં પગલે નાગરીકો પણ પરેશાન થઈ રહયાં છે. અને આગ જેવી કેટલીય ઘટનાઓ અંગે ફાયરબ્રીગેડને જાણ કરવા જતાં પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહયાં છે. જા આ જ પરીસ્થિતિ આગળ રહી તો હાલ સુધી એકંદરે શાંત રહેલાં અમદાવાદ શહેરમાં કોઈ મોટી ઘટના બને અને ફાયરબ્રિગેડ સમયસર ન પહોંચે તો મોટી જાનહાનિ કે માલહાની સંભિવતતાને નકારી શકાય તેમ નથી.

જયારે ‘અહર્નીશ સેવામહે’ નું સુત્રની ઠેકડી ઉડાડતાં હોય એમ બીએસએનએલનાં અધિકારીઓ સામાન્ય નાગરીકો તો ઠીક ફાયરબ્રિગેડ જેવી સેન્સીટીવ સંસ્થાને પણ સેવા પુરી પાડી નથી. રહી ચારે તરફ આ અંગે ચર્ચા ચાલી રહી છે. કે સામાન્ય નાગરીકોને પરેશાની થાય ત્યારે સેવા આપવામાં નબળી બીએસએનએલ ફાયરબ્રીગેડ જેવી સંસ્થાની ગંભીરતા પણ સમજી નથી રહી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.