રાજીવ કુમાર ચુંટણી કમિશ્નર બન્યા, ૨૦૨૫ સુધી પદ પર રહેશે
નવીદિલ્હી, પૂર્વ નાણાં સચિવ રાજીવ કુમારને નવા ચુંટણી કમિશ્નર નિયુકત કરવામાં આવ્યા છે તે અશોક લવાસની જગ્યા લેશે કાયદા મંત્રાલયે જાહેરનામુ જારી કરી આ માહિતી આપી હતી જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિએ તેમના પદભાર ગ્રહણ કરવાની તારીખથી તેમની નિયુક્તિને મંજુરી આપી દીધી છે. મંત્રાલયે કહ્યું હતું કે ચુંટણી કમિશ્નર અશોક લવાસનું રાજીનામુ ૩૧ ઓગષ્ટથી પ્રભાવી થશે લવાસા એશિયાઇ વિકાસ બેંકમાં ઉપાધ્યક્ષની નવી જવાબદારી સંભાળવા જઇ રહ્યાં છે રાજીવકુમાર ૧૯૮૪ બેંચના સેવાનિવૃત આઇએએસ અધિકારી છે.
સુનીલ અરોડા ભારતના મુખ્ય ચુંટણી કમિશ્નર છે અશોક લવાસ ઉપરાંત બીજા ચુંટણી કમિશ્નર સુશીલ ચંદ્રા છે કુમાર ૧૦ દિવસ બાદ આ વરિષ્ અધિકારીઓની ટીમનો હિસ્સો બનશે લવાસ પહેલા જ રાજીનામુ આપી ચુકયા છે. કુમારની પાસે જાહેર નીતિ અને પ્રશાસનિક ક્ષેત્રના ૩૦ વર્ષથી વધુનો અનુભવ છે તેમણે બીએસસી અને એલએલબીની સાથે પબ્લિક પોલિસી એન્ડ સસ્ટેનેબિલિટીમાં માસ્ટર્સ કર્યું છે કુમારે ગત વર્ષ જુલાઇમાં નાણાં સચિવનો કાર્યભાર સંભાળ્યો હતો અને આ વર્ષ ફેબ્રુઆરીમાં તેમનો કાર્યકાળ સમાપ્ત થઇ ગયો હતો રાજીવ કુમાર વડાપ્રધાનની નાણાંકીય સમાવેશનની યોજનાના મુખ્ય ક્ષેત્રોમાં કામ કરવા માટે જાણીતા છે.
તેમાં પ્રધાનમંત્રી જન ધન યોજના અને મુદ્રા લોન યોજના જેવી મુખ્ય યોજનાઓ સામેલ છે રાજીવ કુમારનો ચુંટણી પંચમાં કાર્યકાળ પાંચ વર્ષનો રહેશે એટલે કે તેઓ ૨૦૨૫ સુધી આ જવાબદારી સંભાળશે આ હિસાબથી રાજીવકુમાર આ લોકસભા ચુંટણી ૨૦૨૪નું કામ પણ જોશે.HS