વિરાટ કોહલી ઇન્સ્ટાગ્રામ ઉપર ૭૫ મિલિયન ફોલોઅર્સનો આંકડો પાર કરનાર પહેલો એશિયાઇ સેલિબ્રીટી
નવીદિલ્હી, ભારતીય ક્રિકેટ ટીના સુકાની વિરાટ કોહલી આધુુનિક યુગના સૌથી સફળ અને સમ્માનિત ક્રિકેટરોમાંથી એક છે તેમની લોકપ્રિયતા કોઇ સરહદને માનતી નથી દેશ જ નહીં વિદેશોમાં પણ તેના લાખો લાખો ફેન્સ છે પોતાના જનુન અને આક્રમકતા માટે જાણીતા દિલ્હીના આ ક્રિકેટરે એક વધુ સફળતા પ્રાપ્ત કરી લીધી છે. ઇન્સ્ટાગ્રામ પર વિરાટ કોહલીના ફોલોઅર્સનો આંકડો ૭૫ મિલિયન પાર કરી રહ્યો છે રન મશીનના નામથી જાણીતા કોહલીના ઇસ્ટાગ્રામ પર હાલ ફોલોઅર્સ ૭૫.૬ મિલિયન છે.
વિરાટ કોહલીના ફેસબુક પર ૩૬.૯ અને ટિ્વટર પર ૩૭.૩ ફોલોઅર્સ છે તેનોે અર્થ એ થયો કે વિરાટની તમામ નેટવર્કિગ સાઇટ પર લગભગ ૧૫૦ મિલિયન ફલોઅર્સ છે ઇસ્ટાગ્રામન પર ૭૫.૬ મિલિયન ફોલોઅર્સની સાથે જ વિરાટ પહેલો એવો એશિયાઇ સિલેબ્રિટી બની ગયો છે જેના ૭૫ મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. કોલહી એશિયાની ૪૦ ટોપ સિલેબ્રિટીજમાં સામેલ થયા છે તાજેતરમાં જ તેમણે પ્રસિધ્ઘ મ્યુઝિશિયન કાર્ડી બીને પાછળ છોડી આ યાદીમાં ૨૯મું સ્થાન હાંસલ કર્યું હતું એ યાદ રહે કે ભારતીય સુકાની ઇસ્ટાગ્રામ પર ચોથા સૌથી મોટા ફોલો કરનાર એથલીટ છે તે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો લિયોનલ મેસ્સી અને નેયમાર જુનિયારથી પાછળ છે.
Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf
ક્રિસ્ટયાનો રોનાલ્ડોના ૨૩૮ મિલિયન ફોલોઅર્સ છે સંગીતકાર અને અભિનેત્રી અરાઇના ગ્રેડે ૧૯૯ મિલિયન ફોલોઅર્સની સાથે બીજા નંબર પર છે હોલીવુડ સ્ટાર ડ્વેન જાેનસન ધ રોક ૧૯૪ મિલિયન ફોલોઅર્સની સાથે ત્રીજા નંબર પર છે.
દિલ્હીમાં જન્મેલ વિરાટ કોહલી લગભગ છ મહીનાથી બ્રેક પર છે કોરોના વાયરસના કારણે માર્ચથી જ ભારતમાં ક્રિકેટ ગતિવિધિઓ ઠપ્પ પડી ગઇ હતી વિરાટે આખરી મેચ ન્યુઝીલેન્ડની વિરૂધ્ધ ફેબ્રુઆરીમાં રમી હતી. હવે તે આઇપીએલની ૧૩મી શ્રેણઇીમાં રમતો નજરે પડશે આઇપીએલ ૨૦૨૦ આ વર્ષ ૧૯ સપ્ટેમ્બરથી ૧૦ નવેમ્બરની વચ્ચે યુએઇમાં રમાશે.HS