Western Times News

Gujarati News

લાલુ પ્રસાદના નજીકના ગણાતા રધુવંશ પ્રસાદ સિંહ રાજદ છોડે તેવી સંભાવના

પટણા, રાષ્ટ્રીય જનતાદળ (રાજદ)ના વરિષ્ઠ નેતા અને પાર્ટીના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના સંકટમોચક રહેલ ડો રધુવંશ પ્રસાદસિંહ હાલના દિવસોમાં નારાજ ચાલી રહ્યાં છે ગત જુનમાં તેમણે પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધુ હતું ત્યારથી અત્યાર સુધી તેમને મનાવવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે. તાજેતરમાં તેજસ્વી યાદવે તેમને ફરી મનાવવાનો પ્રયાસ કર્યો આ દરમિયાન જે રામાસિંહથી અદાવતના કારણે તે નારાજ છે તેમણે જ કહ્યું કે રધુવંશના રાજદમાંથી જવા પર કોઇ ફર્ક પડશે નહીં. આ પહેલા તેજ પ્રતાપ યાદવે પણ રધુવંશ પ્રસાદને ઔકાત પણ બતાવી હતી. પાર્ટીમાં ઉપેક્ષાને કારણે રધુવંશ પ્રસાદ સિંહ જદયુમાં સામેલ થાય તેવી અટકળો લાગી રહી છે તેના પર જદયુએ પણ કહ્યું હતું કે જાે તેઓ પાર્ટીમાં આવવા માંગતા હોય તો તેમનું સ્વાગત છે. જાે કે રાજદએ તનો ઇન્કાર કર્યો છે તો રધુવંશ પ્રસાદે તેના પર રાજનીતિ નહીં કરવાની અપીલ કરી છે પરંતુ જાે આમ થશે તો આ વિધાનસભા ચુંટણી પહેલા રાજદને મોટો આધાત લાગશે.

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf

રામાસિંહે રધુવંશ પ્રસાદ સિંહ પર હુમલો કર્યો અને આગમાં ઘી નાખવાનું કાર્ય કરી દીધુ તેમણે કહ્યું કે રધુવંશ પ્રસાદ તેમની સામે ૧૯૯૦થી લોકસભાથી લઇ વિધાનસભા સુધી ચુંટણી હારતા રકહ્યાં છે તેમને કોઇ વ્યક્તિગત સમસ્યા નથી આ સાથે જ એ પણ કહ્યું કે જાે રધુવંશ પ્રસાદ સિંહ રાજદ છોડે છે તો તેનાથી કોઇ ફર્ક પડતો નથી. દરમિયાન લાલુના મોટા લાલ તેજ પ્રસાદે પણ કહ્યું કે રધુવંશ પ્રસાદ રાજદના દરિયામાં ફકત એક લોટા પાણી જેવા છે.એક લોટો પાણી જતું રહે તો શું ફર્ક પડશે જાે કે તેજ પ્રતાપ યાદવે બાદમાં રધુવંશ પ્રસાદને અભિભાવક બતાવતા કહ્યું કે પરિવારમાં નારાજગી હોય છે તે બિમાર છે સ્વસ્થ થતા તેમને મનાવી લેવામાં આવશે.

એવી અટકળો છે કે તેઓ જદયુમાં સામેલ થઇ શકે છે આ અટકળો નવી નથી જદયુએ તેના પર પ્રતિક્રિયા આપી કે તેમનું સ્વાગત છે જદયુ પ્રવકતા રાજીવ રંજને કહ્યું કે તેજસ્વી યાદવે અનેક પ્રસંગો પર રધુવંશ પ્રસાદસિંહની ઉપેક્ષા કરી છે તેમને અપમાનિત કર્યા છે રધુવંશને રાજદનું વાતાવરણ પસંદ આવી રહ્યું નથી તે તાકિદે રાજદ છોડી શકે છે જાે તે રાજદ છોડી જદયુમાં આવવા ઇચ્છે છો તો પાર્ટીમાં તેમનું સ્વાગત છે જાે કે રાજદે કહ્યું કે રધુવંશ પ્રસાદ સિંહ પાર્ટીમાં રહેશે તેઓ જદયુમાં સામેલ થશે નહીં.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.