શામળાજી મેશ્વો ડેમમાં ૧૮ વર્ષીય યુવક પગ ધોવા જતા પગ લપસી જતા ડેમમાં ડૂબી જતા મોત
મિત્રોની આંખો સમક્ષ ઘટના બનતા હતપ્રત બન્યા
ભિલોડા તાલુકાના કુલ્લા (અઢેરા) ગામનો અને કચ્છમાં પરિવાર સાથે રહેતો ૧૮ વર્ષીય યુવક રવિવારે મિત્રો સાથે શામળાજી નજીક આવેલા મેશ્વો ડેમ જોવા ગયા હતા ડેમમાં અંદર હાથ-પગ ધોવા ઉતરતા યુવકનો પગ લપસી જતા પાણીમાં ડૂબી જતા મિત્રોએ બુમાબુમ કરી મૂકી હતી યુવકને બચાવવા એક યુવકે પ્રયાસ કરતા પ્રયાસ નિષ્ફળ રહેતા તેમની આંખો સામે યુવક પાણીમાં ગરકાવ થઈ જતા મોત નીપજ્યું હતું
મેશ્વો ડેમમાં યુવક ડૂબવાની ઘટના બનતા તેના મિત્રોએ યુવકના પરિવારજનો અને શામળાજી પોલીસને જાણ કરતા ઘટનાસ્થળે પહોંચ્યા હતા શામળાજી પીએસઆઈ સંજય શર્માએ ઘટનાની ગંભીરતા સમજી હિંમતનગર થી તરવૈયા બોલાવતા ભારે જહેમત પછી મૃતક યુવકનો મૃતદેહ ડેમમાંથી શોધી કાઢવામાં સફળતા મળતા શામળાજી પોલીસે મૃતકની લાશને પીએમ માટે દવાખાને ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
કંડલા પોર્ટ પર ફરજબજાવતા પિતાની સાથે રહેતો અને કુલ્લા (અઢેરા) ગામનો અંકિત ખીમજીભાઈ કટારા (ઉં.વર્ષ-૧૮) શનિવારે કંડલા પોર્ટથી વતનમાં આવ્યો હતો અને રવિવારે તેના મિત્રો સાથે પીકનીક મનાવવા શામળાજી નજીક આવેલા મેશ્વો ડેમ પર પહોંચ્યો હતો મિત્રો સાથે મોજમસ્તી કરી સાંજના સુમારે ઘરે પરત ફરતા સમયે મેશ્વો ડેમની અંદર તમામ મિત્રો ઉતર્યા હતા અંકિત ડેમના પાણીમાં પગ ધોવા જતા પગ લપસતાં ડેમના પાણીમાં ગરકાવ થઈ જતા ભારે ચકચાર મચી હતી અંકિતના મિત્રોએ યુવકના પરિવારજનોને જાણ કરતા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા
શામળાજી પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ડેમમાં પાણી વધુ હોવાથી હિંમતનગરથી તરવૈયા બોલાવી તરવૈયાઓની મદદથી લાશ બહાર કાઢી પીએમ માટે મોકલી આપી શામળાજી પોલીસ મુકેશ ઉર્ફે પારસકાન્ત ધનજીભાઈ પાંડોર (રહે, ગોરવાડા તા.મેઘરજ) ની ફરિયાદના આધારે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી પરિવારજનોએ ભારે આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ હતી
મૃતક અંકિતના મિત્ર મુકેશના જણાવ્યા અનુસાર અંકિત ડેમની અંદર પાણીમાં પગ ધોવા જતા પગ લપસી જતા મને તરતા ન આવડતું હોવા છતાં સાહસ કરી બચાવવાનો પ્રયત્ન કર્યો હતો અંકિતનો હાથ પકડાઈ ગયો હતો પણ અંકિત શરીર વધુ હોવાથી પાણી માંથી બહાર ખેંચવામાં નિષ્ફળ રહ્યો હોવાનો અફસોસ વ્યક્ત કર્યો હતો.