Western Times News

Gujarati News

ભિલોડામાં બેંક ઓફ બરોડાના ૧૧રમાં સ્થાપના દિન નિમિત્તે શૈક્ષણિક કીટ વિદ્યાર્થીઓને વિતરણ કરાયુ

(પ્રતિનિધિ ધ્વારા) ભિલોડા, અરવલ્લી જીલ્લાના ભિલોડામાં બેંક ઓફ બરોડાના ૧૧રમાં સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે શૈક્ષણિક કીટ વિદ્યાર્થીઓને વિતરણ કરાઈ હતી.ભિલોડા તાલુકા પ્રાથમીક શાળા નંબર.૧ માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરાતાં વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી પ્રસરી હતી.

.બેંક ઓફ બરોડાના ૧૧રમાં સ્થાપના દિનની ઉજવણી સંદર્ભે શૈક્ષણિક કીટ વિતરણનો કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો.બેંક ઓફ બરોડા,ભિલોડા શાખા મેનેજર વિજયકુમાર,મનુભાઈ ભગોરા,રીતેશભાઈ રઘુવંશી,સોમેશ્વરભાઈ રાવલ,મૃણાલીની શંકર,અગ્નેશ્વરી મેણાત,હરેશભાઈ ચૌહાણ,અશોકભાઈ જાષીયારા,મહેન્દ્રભાઈ વણઝારા તેમજ સ્ટાફ પરીવારએ ઉપÂસ્થત રહી વિદ્યાર્થીઓને સ્કુલ બેગ,ચોપડા,પેન સહિત શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું હતું.ભિલોડા તાલુકા પ્રાથમીક શાળા નંબર.૧ આચાર્ય જયદેવભાઈ બારોટ સહિત સ્ટાફ પરીવારએ સેવાકીય કાર્યને બિરદાવ્યું હતું. (જીત ત્રિવેદી,ભિલોડા)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.