હોટલ-લગ્નમાં ખાવાનો બગાડ કર્યો તો હવે પ લાખ સુધીનો દંડ
ગરીબો અને છેવાડાના જરૂરિયાતમંદ લોકો સુધી ભોજનનો કોળિયો પહોંચી શકે તે માટે એનજીઓની સહાયતા લેવાશે
અમદાવાદઃ હોટલ, રેસ્ટોરન્ટ અને લગ્ન સમારોહમાં ભોજનનો બગાડ સામાન્ય બની ગયું છે. પણ હવેથી હોટલ, રેસ્ટોરન્ટ અને લગ્ન સમારોહમાં ખાવાનો બગાડ કરશો તો ૫ લાખ સુધીનો દંડ ભરવો પડશે. આ પ્રકારના આકરા દંડની જોગવાઈ માટેનો ડ્રાફ્ટ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ કેન્દ્ર સરકારને મંજૂરી માટે મોકલ્યો છે.
કેન્દ્ર સરકારની મંજૂરી મળ્યેથી તેની અસરકારક અમલવારી કરવામાં આવશે. તો, બીજીબાજુ, ગરીબો સુધી ખોરાક પહોંચાડવા સરકાર એનજીઓની મદદ લેવાનું આયોજન કરી રહી છ કે જેથી ગરીબો અને છેવાડાના જરૂરિયાતમંદ લોકો સુધી ભોજનનો કોળિયો પહોંચી શકે.
આ માટે ખાસ કરીને લગ્ન કે ભોજન સમારોહ સહિતના વિવિધ પ્રસંગો અને કાર્યક્રમોમાં ભોજનનો આડેધડ અને બેફામ બગાડ અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ગંભીર કવાયત હાથ ધરવામાં આવી છે. આવા પ્રસંગો કે સમારોહમાં ભોજન કે ખોરાકનો બગાડ કે ેવેડફાટ બંધ થાય તે માટે હવે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા પહેલ કરવામાં આવી છે અને નિયમો બનાવવામાં આવ્યા છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા આવા પ્રસંગોમાં વધેલા ખોરાકને ગરીબો સુધી પહોંચાડવા માટે સરકાર એનજીઓની પણ મદદ લેવામાં આવશે.
ખોરાક આપવા માટે એનજીઓ અધિકૃત કરવામાં આવશે. આ ડ્રાફટ મુજબ ફૂડ કમિશનરની આગેવાની હેઠળની એક સમિતિ બનશે. જા કે, હોટલ-રેસ્ટોન્ટ કે લગ્ન પ્રસંગ સહિતના સમારોહમાં ભોજન-ખોરાકના વેડફાટ અને બગાડ પર નિયંત્રણ લાવવા પાંચ લાખ રૂપિયા સુધીના દંડની જાગવાઇ પણ ડ્રાફટમાં કરવામાં આવી છે.