રોહિત શર્મા હજુ પણ સાત દિવસ ક્વોરોન્ટાઈન રહેશે
નવી દિલ્હી: કિંગ્સ ઇલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સે યૂએઈમાં આઈપીએલની તૈયારીઓ શરૂ કરી દીધી છે. વિરાટ કોહલીની ટીમ અને એમએસ ધોનીની ચેન્નઇ સુપરકિંગ્સ પણ આજ કે કાલમાં પ્રેક્ટિસ શરૂ કરી શકે છે. જોકે રોહિત શર્માની ટીમ મુંબઈ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમે હજુ ૭ દિવસ હોટલના રૂમમાં સમય પસાર કરવો પડશે. બંને ટીમોએ હજુ પણ ક્વૉરન્ટાઇન નિયમોનું પાલન કરવું પડશે. આ પછી જ તે બાકી ટીમોની જેમ પ્રેક્ટિસ શરૂ કરી શકશે.
મુંબઈ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઇડર્સની બંને ટીમો અબુધાબીમાં છે અને અબુધાબીમાં કોવિડ-૧૯ના નિયમો પ્રમાણે કોઈને પણ બહાર નીકળતા પહેલા ૧૪ દિવસનો ક્વૉરન્ટાઇન સમય પૂરો કરવો પડશે. આઈપીએલની બાકીની ૬ ટીમો દુબઈમાં છે જે પ્રેક્ટિસ માટે પરત ફરવા પુરી રીતે તૈયાર છે. દુબઈમાં સાત દિવસનો ક્વૉરન્ટાઇણ સમય ફરજિયાત છે. કોલકાતા નાઇટ રાઇડર્સ ૨૦ ઓગસ્ટે યૂએઈ પહોંચી હતી. જ્યારે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ ૨૧ ઓગસ્ટે ત્યાં પહોંચી હતી. જ્યારે આઈપીએલમાં કાર્યક્રમને લઈને પણ અટકળો ચાલી રહી છે.