ગુજરાતની અદાલતોમાં છેલ્લા ૫૦થી પણ વધુ વર્ષથી કેટલાંક કેસો પેન્ડીંગ છે
અમદાવાદ, રાજ્યની કોર્ટાેમાં કેટલાંક કેસો પાછલા ૫૦થી પણ વધુ વર્ષથી પેન્ડીંગ પડ્યા છે. હરિશંક ગોરખાના કેસમાં પણ આવી જ સ્થિતિ છે. તેઓ ૧૬ વર્ષથી નાની ઉંમરના હતા ત્યારે ૩૦ એપ્રિલ ૧૯૬૫માં તેમની વિરુદ્ધ સુરેન્દ્રનગર કોર્ટમાં કેસ નોંધાયો હતો. પાછલા ૫૪ વર્ષથી કેસ લડી રહેલા હરિશંકર હવે સીનિયર સીટિઝન હશે.
જાેકે ગુજરાતમાં વર્ષાેથી પેન્ડીંગ હોય તેવો આ એકમાત્ર કેસ નથી. ન્યાયતંત્ર દ્વારા ૧૦૦ જેટલા જૂના કેસોનું લિસ્ટ બહાર કઢાયું છે. જેમાંથી ૧૯૬૧માં અબ્દુલ કરીમ વિરુદ્ધ નોંધાયેલા કેસની સુનાવણી અમદાવાદ મેટ્રો કોર્ટમાં શરૂ થવાની હજુ બાકી છે. કરીમ ડ્રગ્સ એક્ટ ૧૯૩૦ મુજબ પ્રતિબંધિત ડ્રગ્સ રાખવાના કેસમાં આરોપી છે.
ગુજરાત હાઈકોર્ટે પાછલાવર્ષે ચુકાદો આપ્યો હતો કે ૧૦ વર્ષથી જૂના કેસોને અઠવાડિયાથી વધારે લાંબા મુદ્દત આપવામાં ન આવે. જેથી લાંબા સમયથી નિકાલ વીના પડ્યા રહેલાં કેસોના ચુકાદામાં વધારે સમય ન લાગે. પાછલા મહિને કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે લેખિતમાં રાજ્યસભાને જણાવ્યું હતું કે, દેશભરની ૨૫ હાઈકોર્ટમાં ૪૩ લાખથી વધારે કેસો પેન્ડીંગ પડ્યા છે. જેમાંથી ૮ લાખ કેસો ૧૦ વર્ષ કરતાં વધારે જૂના છે. નીચલી અદાલતમાં ૩.૧ કરોડથી વધારે કેસો પેન્ડીંગ છે. જેમાંથી ૨.૨૨ કરોડ ગુનાખોરીના અને ૮૭ લાખથી વધારે ફોજદારીના છે, ગુજરાતમાં ૧૬.૫૭ લાખ કેસો પેન્ડીંગ છે. જેમાંથી ૪.૪ લાખ ફોજદારીના અને ૧૨.૧૬ લાખ ગુનાખોરીના છે.
વર્ષાેથી પેન્ડીંગ પડેલા સૌથી જૂના ૧૦૦ કેસોની યાદીમાં સૌથી છેલ્લાં ક્રમે ૨૯ ડિસેમ્બર ૧૯૭૮માં ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ ખોટી રીતે ટ્રાફિક કરવાના કારણે નોંધાયો હતો. મોટાભાગના કેસોની જેમ આ કેસમાં પણ આરોપી સામે ફોજદારી કાર્યવાહી શરૂ થવાના તબક્કે છે. રાજ્યની કોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ કમિટી દ્વારા ૨૬ જૂન ૨૦૧૯ના જિલ્લા ન્યાયિક ડેટા ગ્રીડ દ્વારા જનરેટ થયેલા ડેટામાંથી ૧૦૦ સૌથી જૂના કેસોનું લિસ્ટ બનાવાયું હતું. રાજ્યના કાયદા વિભાગમાં કાર્યરત સીનિયર અધિકારીએ જણાવ્યું કે, હાઈકોર્ટ આવા કેસોનો ઝડપથી નિકાલ થાય તેનું મોનિટરીંગ કરી રહી છે.