યુરેકા!-જાપાનની કંપનીનું ઉડતી કારનું સફળ પરીક્ષણ
૨૦૨૩ સુધી ઉડતી કારના વાસ્તવિક ઉત્પાદકની આશા |
ટોક્યો, જાપાનની સ્કાઈડ્રાઈવ ઈન્કે ફ્લાઈંગ કારનું સફળ પરીક્ષણ કરી લીધું છે. આ કાર એક વ્યક્તિને લઈને ઉડી શકે છે. જાપાનની કંપનીએ એક વીડિયો બતાવ્યો છે જેમાં એક મોટરસાઈકલ જેવુ વાહન જેમાં લાગેલા પ્રોપેલેન્ટે તેને જમીનથી એકથી બે મીટરની ઉંચાઈ પર ઉડી રહ્યું છે. આ મોટરસાઈકલ એક નિશ્ચિત વિસ્તારમાં ચાર મિનિટ સુધી હવામાં રહી હતી. સ્કાઈડ્રાઈવની આ યોજનાના પ્રમુખ તોમોહિરો ફુકુજાવાએ કહ્યું કે તેમને ૨૦૨૩ સુધી ઉડતી કારના વાસ્તવિક ઉત્પાદક તરીકે ઉભરી આવવાની આશા છે. જોકે, તેમણે સ્વીકાર કર્યો કે આને સુરક્ષિત બનાવવું એક મોટો પડકાર છે. તેમણે કહ્યું કે દુનિયાભરમાં ઉડતી કારને લઈને ૧૦૦થી વધારે પરિયોજનાઓ ચાલી રહી છે. તેમાથી કેટલીક જ એવી પરિયોજનાઓ છે જે એક વ્યક્તિને લઈને ઉડાન ભરવામાં સફળ રહી છે.
ફુકુજાવાએ કહ્યુ કે મને આશા છે કે કેટલાક લોકો આને ડ્રાઈવ કરવા ઈચ્છે છે અને સુરક્ષિત મહેસૂસ કરવા ઈચ્છે છે. તેમણે કહ્યુ કે આ હજુ પાંચથી ૧૦ મિનિટ સુધી જ ઉડી શકે છે પરંતુ આના ઉડાન સમયને વધારીને ૩૦ મિનિટ સુધી કરી શકાય છે. સ્કાઈડ્રાઈવ પરિયોજના પર ૨૦૧૨માં એક સ્વૈચ્છિક પરિયોજના તરીકે કામ શરૂ કરવામાં આવ્યુ હતું.SSS