Western Times News

Gujarati News

વી ચેટ પર રોક મૂકશો તો અમે એપલ, આઈફોન બંધ કરીશુ

ટ્રેડ વોરના પગલે અમેરિકા અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક મહિનાથી એકબીજાના ધંધા પર ધાપ મારવાનું શરૂ કરાયું

વૉશિંગ્ટન, પોતાની વી ચેટ એપ જો અમેરિકામાં બંધ કરી દેવાશે તો ચીનની પ્રજા પણ આઈ ફોન અને એપલની પ્રોડક્ટ્‌સ વાપરવાનું બંધ કરી દેશે તેવી ધમકી બેઈજિંગે આપી છે. ટ્રેડ વોરના પગલે અમેરિકા અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી એકબીજાના ધંધાઓ પર ધાપ મારવાનું શરૂ કરાયું છે તેમાં આ લેટેસ્ટ કિસ્સો ઉમેરાયો છે.

અમેરિકાએ તાજેતરમાં ચીની એપ્સ બંધ કરવાની ધમકી ઉચ્ચારી હતી. ટીક ટૉક અંગે તો ટ્રમ્પે બે માસની મુદત સુદ્ધાં જાહેર કરી હતી. એક અમેરિકી કંપની ટીક ટૉક ખરીદી રહી હોવાના અહેવાલ પણ વહેતા થયા હતા. ભારતે ચીની એપ્સ પર પ્રતિબંધ લાદ્યો એ પછી અમેરિકાએ પણ અમેરિકી એપ્સ પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી હતી.

તાજેતરમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વી ચેટ પર બૅન મૂકવાનો સંકેત કર્યો હતો. આ સમાચાર મળતાં જ ચીનના વિદેશ ખાતાના પ્રવક્તા ઝાઓ લિઝિયાને શુક્રવારે ટ્‌વીટર પર એવી ધમકી મૂકી હતી કે અમેરિકા વી ચેટ પર પ્રતિબંધ મૂકશે તો ચીની પ્રજા અમેરિકી બનાવટના આઇ ફોન તથા એપલ વાપરવાનુ બંધ કરી દેશે. તેમણે એવો દાવો કર્યો હતો કે ચીનની પ્રજા પહેલેથી કહી રહી હતી કે વી ચેટ પર અમેરિકા બૅન જાહેર કરે તો આપણે આઇફોન વાપરવાનું બંધ કરી દઇશું. અત્યાર અગાઉ શોર્ટ વિડિયો શેરિંગ એપ ટીક ટૉક પર ભારતે બૅન મૂકી દીધો હતો. અમેરિકા એના પર બૅન મૂકવાનો વિચાર કરી રહ્યું હતું. એટલામાં વી ચેટની વાતો વહેતી થઇ હતી અને ચીને અમેરિકાને ટ્‌વીટર પર ધમકી આપી દીધી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.