Western Times News

Gujarati News

ગોતામાં મામી ઉપર ભાણિયાનો સશસ્ત્ર હુમલો

ગોતા શાકમાર્કેટ પાસે જાહેર રોડ ઉપર બનેલો બનાવ : મામાને છૂટાછેડા આપી દેવા માટે જાહેર રોડ ઉપર જ મામીને આંતરી ભાણિયાએ બિભત્સ ગાળો આપી

અમદાવાદ : અમદાવાદ શહેરમાં મહિલાઓ ઉપર અત્યાચારની ઘટનાઓમાં પોલીસ દ્વારા તાત્કાલિક પગલાં ભરવામાં આવી રહ્યા છે. અને આરોપીઓ સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. આ પરિસ્થિતિમાં શહેરના ચાંદલોડીયા વિસ્તારમાં રહેતી એક મહિલા તેના પતિના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને પિયર રહેવા આવી ગઈ હતી અને પતિ સામે કેસ દાખલ કરી ખાધાખોરાકીની માંગ કરી હતી. આ દરમ્યાનમાં ગઈકાલે મહિલા મંદિરે જવા નીકળી

ત્યારે તેના પતિનો ભાણિયો તેની પાછળ આવ્યો હતો અને જાહેર રોડ ઉપર જ છૂટાછેડા આપવા માટે ધાકધમકી આપી તીક્ષ્ણ હથિયારના ઘા મારતા મહિલાને લોહીલુહાણ હાલતમાં સોલા હોસ્પીટલમાં લઈ જવાઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા અને આરોપી ભાણિયાને ઝડપી લેવા માટે તજવીજ શરૂ કરી છે.


આ અંગે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે મહિલાઓ ઉપર થતાં અત્યાચારો અટકાવવા માટે કેન્દ્ર સરકારે કેટલાંક મહ¥વપૂર્ણ નિર્ણયો લીધા છે અને એ અનુસાર પોલીસ તંત્ર આવા કેસોમાં આરોપીઓ સામે વધુ કડક કામગીરી કરી રહી છે.જેના પરિણામે ઘરેલું હિંસાના કેસો નોંધાવા માટે મહિલાઓ આગળ આવી રહી છે.

શહેરના ચાંદલોડીયા વિસ્તારમાં જે.કે.પાર્કમાં રહેતી પૂનમ કાળીદાસ પટેલ નામની યુવતિના લગ્ન મિનેષ મનુભાઈ પટેલના નામના યુવક સાથે થયા હતા. પ્રારંભમાં તો ગૃહસંસાર સુખમય રીતે પસાર થયો હતો પરંતુ સમય જતાં પતિ મિનેશ પટેલે પૂનમબેન ઉપર અત્યાચાર ગુજારવાનું શરૂ કર્યુ હતુ. પ્રારંભમાં પતિનો ત્રાસ સહન કર્યો હતો.

પરંતુ આ ત્રાસ વધવા લાગતા આખરે પૂનમબેને પતિનું ઘર છોડી પિયર રહેવા આવી ગયા હતા. ર૦૧૩ના વર્ષમાં પતિ વિરૂધ્ધ ઘરેલું હિંસાની ફરીયાદ નોંધાવી ભરણપોષણની માંગ કરી હતી આ કેસ હજુ ચાલુ જ છે.

પતિ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવ્યા બાદ પોતાના પિયર રહેવા આવી ગયા હતા. અને ત્યારબાદ તે નિયમિત રીતે ઘરની નજીક આવેલા મંદિરમાં રોજ સેવા આપવા જવા લાગી હતી. ગઈકાલે બપોરે પૂનમબેન એક્ટીવા લઈને ગોતામાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં સેવા કરવા જઈ રહ્યા હતા

ત્યારે આ દરમ્યાનમાં રસ્તામાં આવતા વંદે માતરમ શાક માર્કેટ પાસે અચાનક જ તેનો ભાણિયો આવી પહોંંચ્યો હતો અને તેણે પૂનમબેનને ઉભા રાખ્યા હતા. વામન પ્રવિણભાઈ પટેલ નામનો ભાણિયો આવતા પુનમબેને એક્ટીવા ઉભુ રાખી દીધુ હતુ અને આ દરમ્યાન વામન પટેલ તેમની નજીક આવ્યો હતો અને પૂનમબેનને કહ્યુ હતુ કે તમે મારા મામાને છૂટાછેડા આપી દો.પૂનમબેને જણાવ્ય હતુ કે મને ભરણપોષણની રકમ મળી જશે એટલે તરત છૂટાછેડા આપી દેવાની છુ.

એટલે વામન પટેલે તરત ઉશ્કરાઈ ગયો હતો અને તેમની સાથે બોલાચાલી કરવા લાગ્યો હતો. અને બિભત્સ ભાષામાં વાત કરવા લાગતા આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા.  લોકોનું ટોળું એકત્ર થઈ જતાં પૂનમબેને પોતાના ભાણિયા વામનને શાંતિથી સમજાવીને ઘરે મોકલવાનું જણાવ્યુ હતુ. પરંતુ ઉશ્કેરાટમાં આવેલા વામન પટેલે પોતાની પાસેનું તિક્ષ્ણ હથિયાર કાઢ્યુ હતુ કે પૂનમબેન ઉપર હુમલો કરતાં તેમના બંન્ને હાથે ઈજા પહોંચી હતી.

આ ઘટના બાદ આરોપી વામન પટેલ ફરાર થઈ ગયો હતો. બીજી બાજુ એકત્ર થઈ ગયેલા લોકોએ પૂનમબેનને ૧૦૮ એમ્બ્યુન્સ મારફતે સોલા હોસ્પીટલમાં પહોંચાડ્યા હતા. જ્યાં હાથ ઉપર ટાંકા લેવાની ફરજ પડી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ પણ આવી પહોંચ્યા હતા. અને પૂનમબેનનું નિેવેદન લીધું હતુ. પોલીસે આરોપી વામન પટેલ વિરૂધ્ધ ગુનો દાખલ કરી તેને ઝડપી લેવા પ્રયાસો શરૂ કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.