Western Times News

Gujarati News

મ્યુનિસિપલ સોલીડવેસ્ટ અધિકારી યોગ્ય જવાબ આપતા ન હોવાની હેલ્થ કમીટી સભ્યોની ફરીયાદ

File

ડોર ટુ ડમ્પ પીરાણા ડમ્પીંગ સાઈટના પ્રશ્નોનો સામનો કરવાના “ડર”થી મીટીંગ માં ગેરહાજર રહેતા અધિકારી

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : મ્યુનિસિપલ ભાજપના કોર્પોરેટરોને તેમના વિસ્તારને લગતા પ્રશ્નો પુછવા કે તેના નિરાકરણ માટે સબ કમીટી મીટીગ માં તક મળે છે. દર મહીને સબ કમીટીની માત્ર બે વખત મીટીંગ થતી હોય છે. જેનો લાભ કેટલાક “હોશિયાર” અધિકારીઓ દ્વારા લેવામાં આવે છે. ગેરરીતિ ભ્રષ્ટાચાર કે કામ ન કરવા મામલે પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે મનપાના અધિકારીઓ દ્વારા ગોળ-ગોળ જવાબ આપવામાં આવે છે.

તથા મોટાભાગે યેનકેન પ્રકારે જવાબ આપવો ના પડે તેવા પણ પ્રયાસ થાય છે. તેમ છતાં જવાબ આપવાની ફરજ પડી શકે તેવા સંજાગોનું નિર્માણ થાય તો આવા અધિકારીઓ મીટીંગમાં હાજર જ રહેતા નથી. જેના પરિણામે કોર્પોરેટરોને વધુ પંદર દિવસની રાહ જાવી પડે છે.
મ્યુનિ. હેલ્થ કમીટીની બેઠકમાં આ પ્રકારની પરિસ્થિતિ જાવા મળે છે. જેમાં ડોર ટુ ડોરની નબળી કામગીરી મામલે સભ્યોના આક્રોશનો સામનો કરવો ન પડે તેવા ડાયરેકટર હાજરી આપી ન હતી. જેના કારણે ભાજપાના કેટલાક જાગૃત કમીટી સભ્યોમાં આક્રોશ અને નારાજગી વ્યકત કરી રહયા હતા.

મ્યુનિ. હેલ્થ કમીટીમાં ડોર ટુ ડોર કોન્ટ્રાકટરોની નબળી કામગીરી મામલે ફરીયાદો થતી રહે છે. મ્યુનિ. ભાજપના કોર્પોરેટરોના મંતવ્ય મુજબ બમણા ભાવથી કોન્ટ્રાકટર આપવામાં આવ્યા હોવા છતાં કચરાનો વ્યવસ્થિત નિકાલ થતો નથી. તેમજ કોન્ટ્રાકટરની ગાડીઓ નિયમીત જતી નથી.

તેવી જ રીતે ટેન્ડરમાં સેગરીગેશનની શરત પર ભાર મુકવામાં આવ્યો છે. ગત બીજી ડીસેમ્બરે “સેગરીગેશન” માટે ટ્રીગર ઈવેન્ટ કરવામાં આવી હતી તેમ છતાં “સેગરીગેશન”ની ટકાવારી શૂન્ય બરાબર છે. ડોર ટુ ડમ્પના કોન્ટ્રાકટરોને સેગરીગેશન માટે જ વધુ ભાવ આપવામાં આવ્યા છે. તેમ છતાં તેની કામગીરી થતી નથી. શહેરના કલંક સમાન પીરાણા ડમ્પીંગ સાઈટ માટે પણ કમીટી મીટીગમાં વારંવાર ફરીયાદો થતી રહે છે.

તેથી સોલીડ વેસ્ટ ખાતાના ઉચ્ચ અધિકારીઓ સભ્યોને રીઝવવા માટે ડમ્પીંગ સાઈટની મુલાકાતનું આયોજન કર્યું હતું. ત્યારબાદ મળેલી બેઠકમાં હાજરી આપી ન હતી.જેનું મુખ્ય કારણ ડમ્પીંગ સાઈટના નિકાલ માટે શરૂ કરવામાં આવેલી કામગીરી મુદ્દે સવાલોના સામનો કરવાનીનૈતિક હીંમત ન હોવાના પણ આક્ષેપ થઈ રહયો છે.

મ્યુનિ. હેલ્થખાતાના આંતરીક સુત્રોએ જણાવ્યા મુજબ પીરાણા ડમ્પીંગ સાઈટ ખાતે ચાર ટ્રો મીલ મશીન મુકવામાં આવ્યા છે. તે તમામ અત્યંત જુના છે. લોકસભા ચુંટણી અને સ્વચ્છતા સર્વેક્ષણસમયે આબરૂ જાળવવા માટે એકસલ ઈન્ડ.નુંએક મશીન મુકવામાં આવ્યું હતું. ત્યારબાદ ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં નવા મશીનની કોઈ જ શરત રાખવામાં આવી નથી. તેથી જુના પુરાણા મશીનને રંગરોગાત કરીને મુકવામાં આવી રહયા છે. ચોકાવનારી બાબત એ છે કે લાઈટબીલ ની જવાબદારી મનપાના શિરે છે. જુના મશીનો માં વધુ લાઈટબીલ આવે તે સ્વાભાવિક બાબત છે.

દર વર્ષે કરોડો રૂપિયા ભાડા ભેટે આપવામાં આવી રહયા હોવા છતાં નવા મશીનની શરત શા માટે રાખવામાં આવી નથી ? તેના જવાબ સ્થળ પર આપવામાં આવ્યા ન હતા. તેવી જ રીતે એક મશીન દૈનિક ૩૦૦ મે.ટન કચરો પ્રોસેસ કરે છે. પરંતુ તેના ઈન્વેસ્ટ નો ૧૦૦ ટકા નિકાલ થતો નથી ટ્રોમીલ દ્વારા છુટા પાડવામાં આવી રહયો છે. તથા તે માટે કયારે કરાર કરવામાં આવ્યા હતા તે બાબત પણ અધ્વાહાર છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દૈનિક ૧પ૦૦ મે.ટન કચરો અલગ અલગ કંપનીઓને પ્રોસેસ કરવા માટે આપવામાં આવી રહયા હોવાના દાવા થાય છે. જેની સામે દૈનિક ૭પ૦ મે.ટન ઈન્વર્ટર ડમ્પીંગ સાઈટ પર ખાલી થઈ રહયું છે. તેથી કચરાના ડુંગરમાં ઘટાડો થાય તેવી શકયતા નહીવત છે. પીરાણા મુલાકાત દરમ્યાન પ્રોસેસ કંપનીઓ લેન્ડફીલ સાઈટ ખાતે ઈન્વર્ટર ખાલી કરી રહી હોવાની વિગતો આપવામાં આવી હતી. પરંતુ તે બાબત તદ્દન ખોટી હોય તેમ લાગી રહયું છે. મ્યુનિ. સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા લેન્ડફીલ સાઈટનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો નથી.

તેવા સંજાગોમાં ઈન્વેટર ખાલી થાય તે બાબત પણ ગેરમાર્ગે દોરનાર છે. કમીટી સભ્યો આ તમામ મુદ્દે પ્રશ્નો કરશે તેની જાણ “રાઉન્ડ” દરમ્યાન થઈ હોવાથી સોલીડ વેસ્ટ ખાતાના ઉચ્ચ અધિકારી જાણી જાઈને બેઠકમાં હાજર રહયાન હતા. ભૂતકાળમાં પણ અનેક વખત આ મુદ્દે સવાલો થયા છે. પરંતુ આ “મહાશય” દ્વારા ઉડાઉ જવાબ આપવામાં આવે છે.

અથવા તો આવતી કમીટીમાં વિગતો મળી જશ તેવા વાયદા કરીને સાચા જવાબ આપવામાં આવતા નથી. તેવા સીધા આક્ષેપ કમીટી સભ્યો કરી રહયા છે. આ બાબતની જાણકારી મ્યુનિ. કમીશ્નર અને ઉચ્ચ હોદેદારોને હોવા છતાં અગમ્ય કારણોસર કોઈ નકકર કાર્યવાહી કરવામાં આવતી નથી. તે બાબત ચર્ચા નોવિષય બની છે!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.