ભારતમાં દર કલાકે 18 લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે

નવી દિલ્હી, ભારતમાં માર્ગ અકસ્માતોના બિહામણા આંકડા સામે આવી રહ્યા છે. જે પ્રમાણે હજારો ભારતીયો ભારતમાં એક્સિડન્ટના કારણે જીવ ગુમાવી રહ્યા છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોએ જાહેર કરેલા આંકડા પ્રમાણે ભારતમાં દર કલાકે રોડ એક્સિડન્ટમાં 18 લોકોના મોત થાય છે. 2019માં 4.37 લાખ રોડ એક્સિડન્ટ થયા હતા. જેમાં કુલ 1.34 લાખ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 4.39 લાખ લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા. આ આંકડા પ્રમાણે જોવામાં આવે તો દર કલાકે 48 એક્સિડન્ટ થઈ રહ્યા છે. જેમાં 18 લોકો જીવ ગુમાવી રહ્યા છે.અકસ્માતો પાછળનુ સૌથી મોટુ કારણ ઓવર સ્પિડીંગ પછણ છે. કારણકે જેટલા એક્સિ઼ડન્ટ થયા છે તે પૈકીના 59.6 ટકા અકસ્માતો વધારે પડતી ઝડપથી વાહન ચલાવવાના કારણે થયા છે. ઓવર સ્પિડિંગના મામલાઓમાં 86241 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 2 લાખ કરતા વધારે લોકો ઘાયલ થયા છે. ચિંતાની વાત એ છે કે દર વર્ષે અકસ્માતોના આંકડામાં વધારો થઈ રહ્યો છે. 2018માં રોડ અકસ્માતમાં મરનારાઓની સંખ્યા 1.52 લાખ હતી અને 2017માં આ આંકડો 1.50 લાખ જેટલો હતો. 2019માં તો મરનારાઓનો આંકડો બમણા કરતા વધારે વધી ગયો છે.
Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf