Western Times News

Gujarati News

2021 સુધીમાં ભારત સૌથી વધુ દેવું ધરાવતી અર્થવ્યવસ્થા બનશે: મૂડીઝ

નવી દિલ્હી, રેટીંગ એજન્સી મૂડીઝ ઈનવેસ્ટર્સ સર્વિસે મંગળવારે કહ્યું કે, વર્ષ 2021માં ભારતમાં ઉભરતા બજારોમાં સૌથીવધારે દેવાવાળી અર્થવ્યવસ્થાઓમાં સામેલ થશે. રેટીંગ એજન્સીએ કહ્યું છે કે, કોરોના વાયરસ મહામારીના કારણે આર્થિક વૃદ્ધિ અને રાજકોષીય ગણીતના મોટા ઉભરતા બજારોમાં અર્થવ્યવસ્થા ઉપર પ્રભાવ હશે અને આગલા કેટવાક વર્ષો સુધી તેનું દેવું ઘણું વધારે હશે. મૂડીઝનું કહેવું છે કે, ઉભરત બજારોની અર્થવ્યવસ્થાઓમાં વધતા પ્રાથમિક ખોટના કારણે તેનું દેવું વર્ષ 2019ની સરખામણીએ 2021માં 10 ટકા સુધી વધી શકે છે. તેમાંતી કેટલાક ઉપર ઉંચા વ્યાજની ચુકવણીનો બોજ હશે જેનું દેવુ વધારે વધશે. મૂડીઝે કહ્યું કે, ઉભરતા બજારો વાળી અર્થવ્યવસ્થાઓમાં બ્રાઝીલ, ભારત અને દક્ષિણ આફ્રિકાનું દેવું સૌથી વધારે હોઈ શકે છે. એજન્સીએ કહ્યું કે, નબળી નાણાકીય પ્રણાલી અને આકસ્મિક દેણદારીઓના કારણે ભારત, મેક્સિકો, દક્ષિણ આફ્રિકા અને તુર્કી માટે જોખમ વધારે છે. તેનું કહેવું છે કે, ભારતમાં ફાઈનાન્શીયલ સિસ્ટમમાં દબાણ વધવાનું જોખ વધારે વધારી શકે છે. વધતા એનપીએની સમસ્યાથી નીપટવા માટે ઉઠાવવામાં આવેલા પગલા બાદ પણ બૈંક નબળી એસેટ ક્વોલિટીની સમસ્યાથી લડી રહી છે. ખાસકરીને સરકારી બેંકોની હાલત ખરાબ છે. જેની બેંકીંગ સિસ્ટમ એસેટ્સમાં આશરે 70 ટકા ભાગીદારી છે.

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.