આઝાદ અને સિબ્બલને ભાજપમાં સામેલ થવાની સલાહ આપતા રામદાસ અઠાવલે
નવીદિલ્હી, કોંગ્રેસ પાર્ટીમાં સોનિયા ગાંધીને લખેલ પત્ર બાદ થયેલ વિવાદ વચ્ચે ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ અને કપિલ સિબ્બલને કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થવાની સલાહ આપી છે. અઠાવલેએ કહ્યું કે કેન્દ્રની એનડીએ સરકાર સત્તામાં વાપસી કરશે જાે કે કપિલ સિબ્બલ,ગુલામ નબી આઝાદ અને અન્ય દિગ્ગજ કોંગ્રેસી નેતાઓ પર ભાજપની સાથે મિલીભગતનો આરોપ લગાવ્યો છે તેના માટે તેમણે જયોતિરાદિત્ય સિંધિયાની જેમ પોતાનું રાજીનામુ આપી ભાજપમાં સામેલ થઇ જવું જાેઇએ.
અઠાવલે કહ્યું કે કોંગ્રેસ પ્રમુખ પદને લઇને વિવાદ છે રાહુલ ગાંધીએ સિબ્બલ આઝાદ પર ભાજપ તરફથી કામ કરવાનો આરોપ લગાવ્યો છે આથી હું સિબ્બલ અને આઝાદને કોંગ્રેસમાંથી રાજીનામુ આપવાની વિનંતી કરૂ છું.તેમણે કોંગ્રેસનો વિસ્તાક કરતા અનેક વર્ષ વિતાવ્યા પરંતુ તેમને બહાર નિકળી જવી જાેઇએ તે ભાજપમાં સામેલ થઇ જાય
તેમણે કહ્યું કે જાે તેમનું અપમાન કરવામાં આવી રહ્યું છે કો તેમણે કોંગ્રેસ એવી રીતે છોડી દેવી જાેઇએ જેવી રીતે જયોતિરાદિત્ય સિંધિયાએ છોડી દીધી હતી ત્યાં સુધી કે સચિન પાયલોટે પણ આમ કર્યું હતું પરંતુ તેમણે સમજૂતિ કરી લીધી રાહુલ ગાંધીનું કોંગ્રેસને સ્થાપિત કરનારાઓ લોકોને દોષી ઠેરવવા ખોટું છે.
અઠાવલેએ કહ્યું કે ભાજપના નેતૃત્વમાં હજુ અનેક વર્ષો સુધી સત્તામાં એનડીએની સરકાર રહેશે તેમને આગામી લોકસભા ચુંટણીમાં ૩૫૦થી વધુ બેઠકો જીતવાની આશા છે કેન્દ્રીય સામાજિક ન્યાય રાજયમંત્રીએ કહ્યું કે ભાજપ આજે જનતાની પાર્ટી છે હજુ જ્ઞાતિ સંપ્રદાય અને ધર્મના લોકો ભાજપમાં સામેલ થઇ રહ્યાં છે આ આવનારી ચુંટણીઓમાં જીત હાસલ કરતી રહેશે અને કોંગ્રેસનો સફાયો થશે. એ યાદ રહે કે સિબ્બલ અને આઝાદ કોંગ્રેસના તે ૨૩ મોટા નેતાઓમાં સામેલ હતાં જેમણે કોંગ્રેસપાર્ટીમાં વ્યાપક પરિવર્તન અને પૂર્ણકાલિક અધ્યક્ષની માંગને લઇ સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો.HS