Western Times News

Gujarati News

ચીન સતત ખુબ જ આક્રમણ રીતે ગુંચવવાનો પ્રયાસ કરી રહ્યું છે: અમેરિકા

વોશિંગ્ટન, ભારત અને ચીનની વચ્ચે લાંબા સમયથી તનાવ ચાલી રહ્યો છે અનેકવાર સીમા પર ચીન ભારતને ઉશ્કેરવાના પગલા ઉઠાવી ચુકયો છે. બંન્ને દેશોના સૈનિકો વચ્ચે અથડામણ પણ થઇ ચુકી છે અમેરિકી વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે તેના પર સઘન દેખરેખ રાખી રહ્યાં છે અને શાંતિપૂર્ણ સમાધાનની આશા કરી રહ્યાં છીએ જેમ કે અનેક અવસરો પર અમેરિકી વિદેશ મંત્રી માઇક પોમ્પિઓએ કહ્યું હતું કે બીજીંગ પોતાના પડોસી અને બાકી દેશોને સતત ખુબ જ આક્રમક રીતે ગુંચવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

અમેરિકી વિદેશ મંત્રાલયે કહ્યું કે તાઇવાન સ્ટ્રેટથી શિનજિયાંગ સાઉથ ચાઇના સીથી હિમાલય સુધી સાઇબર સ્પેસથી લઇ ઇટલ ઓર્ગનાઇઝેશન સુધી અમે ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીની સાથે કામ કરી રહ્યાં છે જે પોતાના જ લોકોને દબાવવા ઇચ્છે છે અને પોતાના પડોસીઓને ધમકાવવા ઇચ્છે છે ફકત તેને ઉશ્કેરતા રોકવાની એક પધ્ધતિ છે બીજીંગની વિરૂધ્ધ ઉભું થવું
એ યાદ રહે કે ૧ સપ્ટેમ્બરે ચીની સેનાના લગભગ સાતથી આઠ ભારે હાવનોએ પોતાના ચેપુજી શિબિરથી વાસ્તવિક નિયંત્રણ રેખા એલએસી)ના ભારતીય ભાગ તરફ પ્રસ્થાન કર્યું હતું આ પહેલા ભારતીય સેનાએ ચીની સેના દ્વારા ૨૯ અને ૩૦ ઓગષ્ટની મધ્યરાત્રિએ લદ્દાખના ચુશુલની પૈસે પૈંગોંગ ત્સો ઝીલના દક્ષિણ કિનારાની પાસે ભારતીય વિસ્તારોમાં ધુષણખોરી કરવાનો પ્રયાસ નિષ્ફળ કર્યો હતો એ યાદ રહે ભારતીય સુરક્ષા દળ એલએસીની સાથે સાથે તમામ વિસ્તારોમાં હાઇએલર્ટ પર છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.