સુરતઃ લસકાણામાં જાહેરમાં દારુ વેચાવાનો વીડિયો વાયરલ
સરકારની દારૂબંધી માત્ર કાગળ પર જ -પોલીસની કામગીરી અને ગુનેગારોને સત્તાધિશોની બીક નથી તથા તંત્રને બૂટલેગરો પડકારતા હોય એવો માહોલ
સુરત, કોરોના વાયરસ કહેર સમયે સુરતના છેવાડે આવેલ લસકાણા ડાયમંડ નગરમાં દારૂ પીવાના પૈસા છે પરંતુ જમનાવુ નથી મળતું હોબાનું કહીને હંગામા સાથે પોલીસ પર પથ્થર મારો કરવામાં આવ્યો હતો. આવા કારીગરો દ્વારા તે વિસ્તરમાં શ્રમિકો વતનથી આવી જતા જાહેરમાં દારૂનો અડ્ડો ચાલતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જોકે અતિયાર સુધીમાં પોલીસે આ જગ્યા પર અનેક વખત રેડ કરી છે પણ ફરી અહીંયા દારૂ વેચાતો થઈ જાય છે. સુરતના છેલવડે આવેલા લસકાણા વિસ્તરમાં આવેલા ડાયમંડ નગર ખાતે મોટા પ્રમાણમાં કાપડ વણાટ ઉધોગ આવેલા છે.
આ ઉધોગમાં ઓડિયા સમાજના લોકો ત્યાં જ રહે અને ત્યાંજ કામ કરે છે. જોકે આ લોકો નશીલા પદાર્થનું મોટા પ્રમાણમાં સેવન કરતા હોય છે. અહીંયા દારૂનું ખુલે આમ વેચાણ થઈ છે તેના અનેક વખત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસ દ્વારા રેડ કરવામાં આવે છે. જોકે પોલીસની રેડના બે કલાકમાં જ અહીંયા પહેલાની જેમ જાહેરમાં દારૂ નું વેચાણ ચાલું થઈ જાય છે. જોકે કોરોના મહામારી દરમિયાન લોકડાઉન સમયે અહીંયા રહેલા કારીગરો પાસે દારૂ પીવાના રૂપિયા હતા. પણ જમવાના રૂપિયા નહીં હોવાને લઈને ભારે હંગામો સાથે પોલીસ પર પથ્થર મારો કર્યો હતો.
અને ત્યાં રહેલ ગાડીનોને આગના હવાલે પણ કરવામાં આવી હતી. લોકડાઉન સમયે અહીંયા રહેતા શ્રમિકો વતન જતા રહેતા અહીંયા શાંતિ હતી. પણ ફરી એક વાર રોજી રોટી માટે પોતાના વતનથી શ્રમિકો પરત થવા લાગ્યા છે. ત્યારે અહીંયા રહેલા દારૂના અડ્ડા ફરી એકવાર ધમધમતા થઈ ગયા છે. અને તે પણ જાહેરમાં જોકે અહીંયા અનેક વખત પોલીસ દ્વારા રેડ કરવાં આવ્યા બાદ પણ અહીંયા ખુલે આમ દારૂ વેચાય છે.
આજે ફરી એક વાર આ વિસ્તારમાં દારૂનું ખૂલ્લે આમ વેચાણ થતું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેને લઈને પોલીસની કામગીરી અને ગુનેગારોને પોલીસની બીક રહી નથી તેવું સાબિત અને પોલીસને ચેલેન્જ આપતા હોય તેવું લાગી રહ્યું છે. જોકે વીડિયો વાયરલ થતા પોલીસ તાત્કાલિક દોડી જઈને આ મામલે કાયદેસરની કાર્યવાહી કરી હતી. SSS