ડોનાલ્ડ ટ્રંપ ૪૦ ટકા અને બિડેન ૪૭ ટકા મતદારોની પહેલી પસંદ
ન્યુયોર્ક, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ દેશમાં અપરાધ અને નાગરિક અસંતોષને ચુંટણી અભિયાનનું કેન્દ્ર બનાવવા ઇચ્છે છે પરંતુ મોટાભાગના અમેરિકી શાસનમાં ક્રાઇમને પ્રાથમિક સમસ્યા માનવામાં આવતી નથી તે વંશીયવાદની વિરૂધ્ધ ચાલી રહેલ વિરોધ પ્રત્યે સહાનુભૂતિ રાખે છે.એ યાદ રહે કે નવેમ્બરમાં અમેરિકામાં ચુંટણી થવાની છે તેને લઇ રોયટર્સ ઇપ્સોસ દ્વારા એક સર્વે કરવામાં આવ્યું અને તેમાં આ વાત સામે આવી આ સર્વે અનુસાર ૪૦ ટકા લોકો વર્તમાન રાષ્ટ્રપતિ ટ્રંપમાં પોતાનો વિશ્વાસ વ્યકત કર્યો છે જયારે ૪૭ ટકા મતદારોનું કહેવુ છે કે તે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેનના પક્ષમાં મતદાન કરશે.
Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf
ગત ત્રણ અઠવાડીયાથી બિડેનની સરસાઇમાં કોઇ પરિવર્તન આવ્યું નથી આ દરમિયાન બંન્ને પક્ષોએ રાષ્ટ્રપતિ પદ માટે પોતાના ઉમેદવારો ટ્રંપ અને બિડેનને નામિત કરવા માટે સંમેલનનું આયોજન કર્યું અમેરિકામાં કોરોના વાયરસ આઉટબ્રેક બાદ મોટાભાગના ઓપિનિયન પોલમાં બિડેથી ટ્રંપ પાછળ રહ્યાં છે.તે આ મહામારીને મહત્ત્વ આપી રહ્યાં નથી પરંતુ રોયટર્સના સર્વેક્ષણમાં જણાવાયુ છે કે ૭૮ ટકા અમેરિકી કોરોનાથી ચિંતિત છે.
અમેરિકા કોરોનાથી સૌથી પ્રભાવિત છે અહીં ૬૦ લાખથી વધુ મામલા સામે આવ્યા છે અને એક લાખ ૮૦ હજારથી વધુના મોત નિપજયા છે સર્વે અનુસાર ૬૦ ટકા લોકોનું માનવુ છે કે તેના માટે ટ્રંપ જવાબદાર છે સર્વે અનુસાર આઠ ટકા અમેરિકી વયસ્કોએ ક્રાઇમ માટે ચિંતા વ્યકત કરી છે. ૩૦ ટકાએ અર્થવ્યવસ્થા અને રોજગાર અને ૧૬ ટકા અમેરિકી હેલ્થકેયર સિસ્ટમને સમસ્યા માને છે ૬૨ ટકા મતદારોનું કહેવુ છે કે તેમના સમુદાયોમાં અપરાધ વધી રહ્યો નથી ૫૩ ટકા લોકોએ કહ્યું કે તે વંશીય અસમાનતાનો વિરોધ કરી રહેલા લોકોથી સહાનુભૂમિતા રાખે છે.HS