અરૂણાચલમાં સરહદ પર સૈનિકોની સંખ્યા વધારાઇ
ગોવાહાટી, ચીનની સાથે વધતા વિવાદની વચ્ચે ભારત હવે પોતાની પૂર્વ સરહદ પર સુરક્ષા દળોની સંખ્યા વધારી રહ્યું છે ૧૫ જુને ભારત અને ચીનની સૈનિકોની વચ્ચે લદ્દાખમાં અનેક દશકોનું સૌથી મોટું હિંસક થયું હતું ત્યારબાદથી બંને દેશો વચ્ચે તનાવની સ્થિતિ ઉભી થઇ છે.ભારતે સરહદોની સંપ્રભુતા માટે કડક વલણ અપનાવ્યું છે અને ચીનને સ્પષ્ટ શબ્દોમાં સંદેશ આપ્યો છે.
અરૂણાચલ પ્રદેશમાં સુરક્ષા દળોની સંખ્યા વધારવાને ધ્યાને લેતા એવું માનવામાં આવી રહ્યું છે કે ચીનની સાથે સરહદ વિવાદ હજુ લાંબો ચાલી શકે છે.અરૂણાચલ પ્રદેશના એક અધિકારીએ જણાવ્યું હતું કે સુરક્ષા દળોની સંખ્યા વધારવામાં આવી છે પરંતુ ચીન તરફથી સરહદ અતિક્રિમણના પ્રયાસના હજુ કોઇ અહેવાલ નથી તેઓએ કહ્યું કે ગલવાન ઘાટીની ઘટના બાદથી જ ભારત તરફથી તકેદારીના ભાગ રૂપે સુરક્ષા દળોની સંખ્યા વધારવામાં આવી હતી.
અરૂણાચલ પ્રદેશ ૧૯૬૨માં થયેલા ભારત ચીન યુધ્ધનું મુખ્ય કેન્દ્ર હતું એકસપટ્ર્સે ફરી એકવાર ચેતવ્યા છે કે અહીં ચીન તરફથી ફરી અતિક્રમણના પ્રયાસ કરવામાં આવી શકે છે જાે કે સૈનિકોની સંખ્યા વધારવાને લઇ સેનાના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે આવું રેગ્યુલર એકસસાઇઝ હેઠળ કરવામાં આવી રહ્યું છે.
આ પહેલા ભારતીય વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ સરહદ વિવાદને લઇ શાંતિ સ્થાપના માટે દ્ઢ છે મંત્રાલય તરફથી કહી દેવામાં આવ્યું છે કે ૨૯-૩૦ ઓગષ્ટની રાતે લદ્દાખના પેન્ગોગ લેક વિસ્તારમાં ચીની સેના દ્વારા ઉશ્કેરીજનક પ્રયાસ કરવામાં આવ્યો છે જેનો ભારતીય સૈનિકો જવાબ આપ્યો.HS