Western Times News

Gujarati News

જેએનયુના પૂર્વ છાત્ર ઉમર ખાલિદની છ કલાક પુછપરછ

નવીદિલ્હી, દિલ્હી પોલીસની અપરાધ શાખાએ જેએનયુના પૂર્વ છાત્ર ઉમર ખાલિદની લગભગ છ કલાક પુછપરછ કરી છે.તેના પર શાહીનબાગમાં બેઠક કરી દિલ્હી તોફાનોનું કાવતરૂ રચવાનો આરોપ છે બેઠકમાં આપથી બરતરફ કરાયેલ પૂર્વ કોર્પોરેટર તાહિર હુસૈન પણ સામેલ હતાં. પોલીસનું કહેવુ છે કે ઉમર ખાલિદે પુછપરછમાં સહયોગ આપ્યો નથીઅપરાધ શાખાએ ખાલિદની પહેલીવાર પુછપરછ કરી છે પોલીસ અધિકારીએ કહ્યું કે જરૂરત પડવા પર ઉમરને ફરીથી બોલાવવામાં આવશે. પોલીસ અધિકારીએ કહ્યું કે ઉમર ખાલિદે શાહીનબાગમાં થયેલ બેઠકોમાં સામેલ થવાનો ઇન્કાર કર્યો છે તેનું કહેવુ છે કે તેણે દિલ્હી તોફાનું કાવતરૂ રચ્યુ નથી ઉમર ખાલિદે એ પણ કહ્યું કે તે કયારેય તાહિર હુસૈનને મળ્યો નથી.

સવારે ખાલિદ અપરાધ શાખાના કાર્યાલય પહોંચ્યો હતો અને તેની સાંજે લગભગ પાંચ વાગ્યા સુધી પુછપરછ કરવામાં આવી તેની સાથે પરિવારજનો પણ આવ્યા હતા તેને દિલ્હી તોફાનોનું કાવતરૂ રચવા કાવતરૂ રચવાના કારણે બેઠકમાં કોણ કોણ લોકો સામેલ થયા હતાં અને તોફાનો દરમિયાન તેની ભૂમિકા શું હતી વગેરે સવાલો પુછવામાં આવ્યા હતાં. પોલીસના જણાવ્યા અનુસાર દિલ્હી તોફાનોને લઇ ખજુરી ખાસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ હતી અપરાધ શાખાએ આપના બરતરફ પૂર્વ કોર્પોરેટર તાહિર હુસૈન અને તેના સાથીઓની ધરપકડ કરી હતી હુસેનની પુછપરછમાં ખુલાસો થયો હતો કે તોફાનો માટે કાવતરૂ રચવામાં આવ્યું હતું આ બેઠક ખાલિદ સૈફીએ બોલાવી હતી. તેમાં તે પણ હાજર હતો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.