એલએસી પર સેનાને યુએવી અને એટીવી અને ફાસ્ટ ઇટરસેપ્ટર મોટર બોટ મળશે
૫૦ની સંખ્યામાં ઇઝરાયેલી સ્પાઇક ટેંકરોઘી મિસાઇલ લોન્ચર પણ લદ્દાખ અને જમ્મુ કાશ્મીરમાં સેનાને ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે
શ્રીનગર, પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર દિવસ રાત ભારતીય સેના કોઇ પણ સમયે ચીનના સૈનિકોની દરેક હરકતને જાણી લેશે.તેના માટે અભૂતપૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આ રણનીતિને જમીન પર પુરી રીતે ઉતારવા માટે ફાયર એન્ડ ફયુરી કોને અત્યાધુનિક (એનમૈંડ એરિયલ વ્હીકલ) એનવીડી(નાઇટ વિજન ડિવાઇસ) અને એવીટી (ઓલ ટેરેન વ્હીકલ) ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યાં છે.
પૈંગોંગ ઝીલમાં ગશ્ત તરફથી પ્રભાવી બનાવવા માટે ફાસ્ટ ઇટરસેપ્ટર મોટર બોટ ઉતારવામાં આવી રહી છે એટલું જ નહીં ૫૦ની સંખ્યામાં ઇઝરાયેલી સ્પાઇક ટેંકરોઘી મિસાઇલ લોન્ચર પણ લદ્દાખ અને જમ્મુ કાશ્મીરમાં સેનાને ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે લદ્દાખના પૂર્વ ભાગમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર મે મહીનાથી ભારત અને ચીનની વચ્ચે સૈન્ય ગતિરોધ બનેલ છે.આ ક્ષેત્રમાં ચીનની પીપલ્સ લિબરેશન આર્મી(પીએલએ)ના જવાન સતત ધુષણખોરી કરી ભારતીય વિસ્તારમાં અતિક્રમણ કરવાનો પ્રયાસ કરે છે.જાે કે ભારતીય સેનાએ તેને નિષ્ફળ બનાવ્યો હતો અને તેના સૈનિકોને ભગાડી દીધા હતાં હાલના સમયે ભારતીય સેનાએ દૌલત બેગ ઓલ્ડી,ગલવન ઘાટી અને પૈંગાંગ ઝીલ અને ચુશુલ સેકટરમાં લગભગ ૪૦ હજાર જવાન અને અધિકારી ઓપરેશનલ મોડમાં તહેનાત કર્યા છે આ તહેનાતી ફાયર એન્ડ ફયુરી કોર( તેને ૧૪ કોર પણ કહેવામાં આવે છે)ના જવાનો અને અધિકારીઓ ઉપરાંત છે સેનાની ૧૪મી કોર જ લદ્દાખમાં સરહદી વિસ્તારની જવાબદારી સંભાળે છે.
સેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે ફાયર એન્ડ ફયુરી કોરે ઉત્તરી કમાનને તાકિદે જ અત્યાધુનિક ઇલેકટ્રોનિક દેખરેખ ઉપકરણ થર્મલ ઇમેજર અને સેંસરો સહિત દરેક મોસમમાં ક્રિયાશીલ રહેનાર સ્વચાલિત દેખરેખ કેમેરા અને આઠ યુએવી ઉપલબ્ધ કરાવવા માટે કહ્યું છે જેથી ચીની સેનાની ગતિવિધિઓ તરફ યોગ્ય દેખરેખ કરી શકાય આ સાથે જ વાસ્તવિક નિયંત્રણ રેખા પર પથરીલા રેતીલા પહાડી અને બર્ફીલા વિસ્તારમાં અવરજવાર માટે એટીવી ઉપરાંત કેટલાક મોબાઇલ બંકર અને નાની બખ્તરબંધ ગાડીઓ પણ માંગાવવામાં આવી છે એટીવી અને નાના બખ્તરબંધ વાહનોથી સજજ થવા પર ભારતીય જવાન એલએસીના દરેક ભાગમાં ઓછા સમયમાં ઝડપી પહોંચશે જેથી ગશ્ત પણ તેજીથી થઇ શકશે.
સૈન્ય અધિકારીએ જણાવ્યું હતું કે પૂર્વ લદ્દાખમાં એલએસી પર અનેક જગ્યાએ સડક નથી આ વિસ્તારમાં એવીટી જ કામ લાગી શકે છે તેનાથી જવાનોનું મનોબળ અને વિશ્વાસ પણ વધશે આ સાથે જ દુશ્મન પર એક મનોવૈજ્ઞાનિક દબાણ પડે છે ગત કેટલાક વર્ષો દરમિયાન પૂર્વી લદ્દાખમાં ચીનના અતિક્રમણના ટ્રેડનું જે આંકલન કરવામાં આવ્યું છે તેમાં એક વાત એ પણ છે કે એલએસી પર ચીનના વિસ્તારમાં સડક નેટવર્ક સારૂ છે અને તેના જવાનોની અવરજવર દરેક જગ્યાએ સરળતાથી થાય છે જયારે અમાણા વિસ્તાર વધુ મુશ્કેલ છે.HS