મોરેટોરિયમ: વ્યાજ માફ કરી શકીએ નહીં: કેન્દ્ર સરકાર
નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટ લોકડાઉન દરમિયાન ભારતીય રિઝર્વ બેંક તરફથી આપવામાં આવેલ લોન મોરેટોરિયમને આગળ વધારવા અને વ્યાજમાં છુટ આપવાની અરજીઓ પર સુનાવણી કરી રહી છે. કેન્દ્ર સરકાર તરફથી અદાલતમાં હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે બેકીંગ ક્ષેત્ર અમારી અર્થવ્યવસ્થાનું કરોડરજજુ છે અમે એવો કોઇ નિર્ણય લઇ શકીએ નહીં જે અર્થવ્યવસ્થાને નબળી કરી શકે છે અમે વ્યાજ માફ નહીં કરવાનો નિર્ણય કર્યો છે પરંતુ વળતરના દબાણને ઓછી કરવામાં આવશે.