ભારે વિરોધ બાદ સંસદમાં સીમિત પ્રશ્નોતરી કરાવવા સરકાર તૈયાર
નવીદિલ્હી, સંસદના ચોમાસુ સત્રમાં પ્રશ્નોતરી રદ કરવાના સરકારના નિર્ણય પર વિરોધ પક્ષોના સખ્ત વિરોધ બાદ સરકાર સીમિત પ્રશ્નોતરી કરાવવા પર સહમત થઇ ગઇ છે. સંસદીય મામલાના મંત્રી પ્રહલાદ જાેશીએ કહ્યું હતું કે સરકાર કોઇ ચર્ચાથી ભાગી રહી નથી સરકાર અતાંરંકિત પ્રશ્ન લેવા તૈયાર છે તમામ વિરોધપક્ષોને આ બાબતમાં પહેલા જ બતાવી દેવામાં આવ્યું હતું મોટાભાગના તેના પર રાજી હતાં. અતાંરકિત પ્રશ્ન એવા હોય છે જેના મંત્રી ફકત લેખિત જવાબ આપે છે જયારે તારાંરિક પ્રશ્નમાં પ્રશ્ન પુછનારાને મૌખિક અને લેખિત બંન્ને ઉત્તરનો વિકલ્પ આપવામાં આવે છે.
એ યાદ રહે કે કોરોના મહામારીને જાેતા ચોમાસુ સત્રમાં પ્રશ્નોતરી સ્થગિત કરવાના નિર્ણયની વિરોધ પક્ષે ટીકા કરી છે કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે તેને લઇ સરકારથી સ્પષ્ટીકરણ માંગ્યુ છે તેમણે કહ્યું કે મેં ચાર મહીના પહેલા જ કહ્યું હતું કે સત્તાધારી નેતૃત્વ કોરોના મહામારીને બહાને લોકતંત્ર અને મતભેદને દબાવવાનો પ્રયાસ કરશે અમે સુરક્ષિત રાખવાના નામ પર તેને કંઇ રીતે ન્યાયયોગ્ય ઠેરવી શકાય સરકારથી સવાલ પુછવા સંસદીય લોકતંત્ર માટે ઓકસીજન છે તેમણે કહ્યું કે આ સરકારે સંસદને માત્ર એક નોટીસ બોર્ડ જેવું બનાવી દીધુ છે અને જે પણ પાસકરાવવાનું હોય તેના માટે પ્રચંડ બહુમતિને રબર સ્ટેમ્પની જેમ ઉપયોગ કરી રહી છે.
ચોમાસુ સત્ર ૧૪ સપ્ટેમ્બરથી ૧ ઓકટોબર સુધી ચાલશે લોકસભા અને રાજયસભાના જાહેરનામા અનુસાર આ સત્રમાં પ્રશ્નોતરી નહીં હોય ખાનગી બીલ પણ રજુ કરવાની મંજુરી ન હતી જયારે શૂન્યકાળને ઘટાડી અડધો કલાક કરવામાં આવ્યો છો કોરોનાના કારણે બે પાલી સવાર ૯થી ૧ અને બપોરે ૩થી ૭ વાગ્યા સુધી સંસદ ચાલશે સવારની પાલીમાં રાજયસભા અને બીજી પાલીમાં લોકસભાની કાર્યવાહી થશે પુરા સત્રમાં કોઇ રજા રહેશે નહીં. જાે કે ચોમાસુ સત્રમાં પ્રશ્નોતરી સ્થગિત કરવા પર કેન્દ્ર સરકારની ટીકા પર ભાજપે કોંગ્રેસની ટીકા કરી છે ભાજપે કહ્યું કે આ કેટલું હાસ્યાસ્પદ છે કે વિપક્ષી સભ્ય જેમણે પોતાની પાર્ટી અધ્યક્ષથી પ્રશ્ન પુછવાની ગિમત નથી તે આ મુદ્દા પર ખોટી કહાની બનાવી રહી છે.HS