એમ્સની પાસે કયારેય સુશાંતનું શબ નહતું: સુબ્રમણ્યમ સ્વામી
નવીદિલ્હી, ભાજપના રાજયસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે એમ્સની પોસ્ટમોર્ટમ રિપોર્ટથી ખબર ન પડી શકે કે સુશાંત રાજપુતનું મોત આત્મહત્યા હતી કે હત્યા કારણ કે હોસ્પિટલની પાસે કયારેય તેમની લાશ ન હતી કેટલાક પોલીસ અધિકારી મીડિયાને એમ જણાવી રહ્યાં છે કે એમ્સના રિપોર્ટથી ખબર પડશે કે સુશાંતનું મોત હત્યા હતી કે આત્મહત્યા ત્યારબાદ તેમણે આ ટ્વીટ કર્યું. તેમણે ટિ્વટ કરી કહ્યું કે થોડા પોલીસ અધિકારી મીડિયાને કહી રહ્યાં છે કે એમ્સની પોસ્ટમોર્ટમ રિપોર્ટથી એ નિર્ણય થશે કે આ હત્યા હતી કે આત્મહત્યા તે આમ શુંકરી શકે છે જયારે તેમની પાસે સુનંદા કેસની માફક જ એસએસઆરની લાશ નથી એમ્સના રિપોર્ટ એ વાત જણાવી શકે કે કુપર હોસ્પિટલના ડોકટરોએ શું કર્યું અને શું નહી સુશાંત કેસની સીબીઆઇ તપાસ કરી રહી છે. આ પહેલા સ્વામીએ ફિલ્મકાર મહેશ ભટ્ટ પર નિશાન સાધતા પુછયુ હતું કે શું તેમણે પોતાનો ધર્મ ઇસ્લામમાં પરિવર્તિત કરી લીધો છે.HS