કુલભૂષણ જાદવ મામલો: વકીલ નિયુક્ત કરવા હાઈકોર્ટની મંજૂરી
ઈસ્લામાબાદ, ભારતીય નાગરિક કુલભૂષણ જાધવના મામલે ઈસ્લામાબાદ હાઈકોર્ટે વકીલ નીમવાની અરજી મંજૂર રાખી છે. આ મામલે ભારત સરકારના વકીલ નિયુક્ત કરવાની માગણી કરી હતી જેમાં પાકિસ્તાની કાયદા મંત્રાલય દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ પર ગુરુવારે સુનવણી થઈ હતી. કોર્ટે નિર્દેશ આપ્યો કે, ભારતને કુલભૂષણ જાધવ મામલે વકીલ નિયુક્ત કરવાનો એક મોકો આપવામાં આવે. આ સાથે જ કેસની સુનવણી એક મહિના સુધી ટાળી દેવામાં આવી છે.
આજની સુનવણીમાં એટર્ની જનરલ ખાલિદ જાવેદ ખાને કોર્ટને કહ્યું હતું કે, ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના આદેશોનું પાલન કરતા પાકિસ્તાને ભારતને રાજદ્વારી એક્સેસ આપ્યા છે. તેમણે કોર્ટને એમ પણ કહ્યું કે, ભારતે વકીલ નિયુક્ત કરવાની પાકિસ્તાનની રજૂઆતનો કોઈ જવાબ હજુ સુધી મળ્યો નથી. કોર્ટે દલીલો સાંભળ્યા બાદ સરકારને આદેશ આપ્યો કે જાધવ મામલે ભારતને તેનો ઓર્ડર મોકલવામાં આવે. ઉલ્લેખનીય છે કે, રિટાયર્ડ નૌસૈનિક અધિકારી જાધવ પાકિસ્તાનની જેલમાં જાસૂસીના આરોપમાં જેલમાં બંધ છે અને અને મોતની સજા વિરુદ્ધ પુરર્વિચાર અરજી દાખલ કરવા માટે વકિલની નિયુક્તિના મામલે સુનવણી ચાલી રહી છે.SSS