Western Times News

Gujarati News

ભારત સાથે સંઘર્ષમાં ઉતરેલા ચીનની પાક. ને ભરપૂર મદદ

ચીન પાકિસ્તાનની ટી-૮૫ ટેન્કોને અપગ્રેડ કરી નાંખશે ઉપરાંત દર વર્ષે ૨૫ અલ ખાલિદ ટેન્ક બનાવીને આપશે
બેઈજિંગ, લદ્દાખ સીમા પર ભારત સાથે સતત ઉશ્કેરણી જનક હરકત કરી રહેલું ચીન બીજી તરફ પાકિસ્તાનને ભરપૂર મદદ કરી રહ્યું હોવાના ખબર છે. ચીને પાકિસ્તાનની સેનાની ૩૫૦ જેટલી ટેન્કોને વધારે આધુનિક બનાવવા માટેની ટેકનોલોજી આપી છે. આ પહેલાં પણ ચીન પાક સેનાને મજબૂત બનાવવા માટે હથિયારો આપી ચુક્યું છે. ચીન પાકિસ્તાનની ટી-૮૫ ટેન્કોનું સમારકામ કરીને તેને અપગ્રેડ કરી આપશે. તેની સાથે સાથે પાકિસ્તાનને દર વર્ષે ૨૫ અલ ખાલિદ ટેન્ક બનાવીને આપશે.જે પાકિસ્તાની સેનાની મેઈન બેટલ ટેન્ક છે.આ માટે પાકિસ્તાન અને ચીન વચ્ચે સંમતિ પણ થઈ ચુકી છે.

પાકિસ્તાનની આર્ટિલરીને પણ ચીન વધારે મજબૂત બનાવવા માટે મદ કરવાની ફિરાકમાં છે.પાકિસ્તાન ભારતના સરહદી વિસ્તારો પર તોપમારો કરવા માટે એસએચ-૧૫ પ્રકારની ચાઈનિઝ બનાવટની તોપનો ઉપયોગ કરે છે.આવી વધુ ૨૩૬ તોપ પાકિસ્તાન ચીન પાસે ખરીદવા માંગે છે.જે માટે ચીન સાથે પાકિસ્તાને ૫૧૨ મિલિયન ડોલરની ડીલ કરી છે.આ ગનને પાકિસ્તાન એલઓસી નજીક તૈનાત કરવા માંગે છે.ચીન પાકિસ્તાનને એ-૧૦૦ પ્રકારના મલ્ટીપલ રોકેટ લોન્ચરો પણ આપી ચુક્યું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.