રમણ-દશરથ પટેલ સહિત ચારને ૫-૫ હજાર દંડ કરાયો
અમદાવાદ, પુત્રવધૂની હત્યના પ્રયાસ સહિતની કલમ હેઠળ નોંધાયેલા ગુનામાં નીચલી કોર્ટે પોપ્યુલર બિલ્ડરના રમણ, દશરથ પટેલ સહિત ચારની રિમાન્ડ અરજી નીચલી કોર્ટે ફરી સાંભળવા સેશન્સ કોર્ટે આદેશ કર્યો હતો. સેશન્સ કોર્ટના આદેશ સામે હાઇકોર્ટમાં રિવિઝન અરજી કરવા અને સેશન્સ કોર્ટના હુકમ સામે સ્ટે માગતી અરજી તમામ આરોપીઓએ કરી હતી. જો કે, કોર્ટે તે અરજી ફગાવી દઇ તમામ આરોપીઓને ૫-૫ હજાર રૂપિયા દંડ ફટકાર્યો છે અને દંડની રકમ લીગલ સર્વિસ ઓથોરીટીમાં જમા કરાવવા આદેશ કર્યો છે. જેથી હવે આરોપીઓની રિમાન્ડ અરજી પર નીચલી કોર્ટમાં સુનાવણી યોજવામાં આવે તેવી શક્યતાઓ છે.
રમણ,મૌનાંગ, દશરથ,વિરેન્દ્ર પટેલની સરકારે રિમાન્ડ રિવિઝન અરજીમાં કોર્ટે નીચલી કોર્ટને ફરી રિમાન્ડ અરજી સાંભળવા તથા બે દિવસમાં જ અરજી પર ચુકાદો જાહેર કરવા આદેશ કર્યો હતો. જો કે, તમામ આરોપીઓએ સેશન્સ કોર્ટનો ચુકાદો ગ્રાહ્ય ન હોવાથી તેના પર સ્ટે આપવા તથા ચુકાદાને હાઇકોર્ટમાં પડકારવા માટે અરજી કરી હતી. જેમાં તેમના તરફે એવી રજૂઆત કરી હતી કે, સેશન્સ કોર્ટના ચુકાદો યોગ્ય નથી, અગાઉ નીચલી કોર્ટે રિમાન્ડ આપ્યા હતા, તપાસ અધિકારીને તપાસ કરવા પુરતો ટાઇમ મળ્યો છે, અમારે હાઇકોર્ટમાં સેશન્સ કોર્ટનો ચુકાદો પડકારવો છે તેથી કોર્ટ ચુકાદા પર પાંચ દિવસોનો સ્ટે આપે. જેથી અમે ચુકાદાને હાઇકોર્ટમાં પકડારી શકીયે. જો કે, મુખ્ય સરકારી વકીલ પ્રવિણ ત્રિવેદીએ એવી દલીલ કરી હતી કે, આરોપીઓની ટકવા પાત્ર નથી, કોર્ટે રિમાન્ડ આપ્યા જ નથી પરંતુ નીચલી કોર્ટને રિમાન્ડ અરજી ફરી સાંભળવા નિર્દેષ આપ્યો છે, હવે આવી અરજી કરવાનો કોઇ અર્થ જ નથી. તેથી આરોપીઓની અરજી ફગાવી દેવી જોઇએ.SSS