Western Times News

Gujarati News

NEET ૧૩મીએ યોજાશે, રિવ્યૂ પિટીશન ફગાવાઈ

નવી દિલ્હી, NEET-JEE ‌ રદ કરવા માટે કરવામાં આવેલી છ રાજ્યોની પુનર્વિચાર અરજી સુપ્રીમ કોર્ટે શુક્રવારે ફગાવી દીધી છે. હવે NEET-UG પરીક્ષા ૧૩ સપ્ટેમ્બરે યોજાશે. JEE મેઈન ૧લી સપ્ટેમ્બરથી શરૂ થઈ ચુકી છે. સુપ્રીમ કોર્ટે ૧૭ ઓગસ્ટના ર્નિણયમાં પરીક્ષા નક્કી તારીખે કરાવવાનો આદેશ આપ્યો હતો. આ ર્નિણય વિરુદ્ધ છ રાજ્યોના કેબિનેટ મંત્રીઓએ ૨૮ ઓગસ્ટે પુનર્વિચાર અરજી કરી હતી. અરજી કરનારા રાજ્યમાં પંજાબ, ઝારખંડ, પશ્વિમ બંગાળ, રાજસ્થાન, છત્તીસગઢ અને મહારાષ્ટ્ર સામેલ છે. દેશભરમાં મહામારી અને ઘણા રાજ્યોમાં પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખી વિદ્યાર્થી, માતા-પિતા, અને ઘણા વિદ્યાર્થી સંગઠન અને રાજકીય પક્ષોએ પરીક્ષા સ્થગિત કરવાની માંગ કરી હતી. સાથે જ નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ વિરોધ કર્યા છતા કોરોથી બચવા માટે જરૂરી ગાઈડલાઈન્સ સાથે JEE મેઈન ૧ સપ્ટેમ્બરે શરૂ કરી દેવાઈ છે. આ ૬ સપ્ટેમ્બર સુધી ચાલશે. તો આ તરફ મેડિકલમાં એડમિશન માટે યોજાનારી NEET‌ની પરીક્ષા ૧૩ સપ્ટેમ્બરે યોજાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.