Western Times News

Gujarati News

એરપોર્ટ : વૃધ્ધની નજર ચુકવી મોબાઈલ, ચેઈન સહીત ૧.ર૩ લાખની મત્તા ચોરી

રીક્ષામાં બેઠેલા ગઠીયાએ ચાલક સાથે ઝઘડો કરતા વૃધ્ધને રસ્તામાં જ ઉતારી ચાર શખ્સો પલાયન

(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરમાં રીક્ષામાં આવતા લુંટારુઓ બેફામ બન્યા છે અને વધુ એક વૃધ્ધની નજર ચુકવી સોનાની ચેઈન તથા મોબાઈલ ચોરી વૃધ્ધને રીક્ષામાંથી ઉતારી ભાડું લીધા વગર રફુચક્કર થઈ ગયા હતા.

આ ઘટના અંગેની વિગત એવી છે કે નિતિનભાઈ બ્રહ્મભટ્ટ નવરંગપુરામાં રહે છે અને સાબરકાંઠા પ્રાંતિજમાં આવેલી કંપનીમાં નોકરી કરે છે. ગુરુવારે સાંજે કંપનીની કાર તેમને નાના ચિલોડા ખાતે બસ સ્ટેન્ડ ઉપર ઉતારી ગઈ હતી એ વખતે નરોડા જીઆઈડીસી તરફથી ત્રણ મુસાફર ભરેલી રીક્ષા આવતા છ વાગ્યાના સુમારે તે રીક્ષામાં બેઠા હતા થોડે આગળ જતાં મુસાફરના સ્વાંગમાં બેઠેલા એક ગઠીયાએ રીક્ષાચાલકને ચાર મુસાફર કેમ બેસાડો છો કહીને ઝઘડો શરૂ કર્યો હતો જેથી રીક્ષાચાલકે તેમને આ મુસાફર મારી સાથે ઝઘડો કરે છે તમને અહીંયાથી બસ મળી જશે તેમ કહી ઉતારી મુકયા હતા.

નિતિનભાઈએ ભાડું આપવા ખિસ્સામાં હાથ નાખતાં મોબાઈલ ગાયબ હતો જાેકે રીક્ષાચાલકે ભાડું લીધા વિના રીક્ષા ભગાવી મુકતા નિતિનભાઈને શંકા જતાં તેમણે રાહદારીનો ફોન પરથી ફોન કરતા તે બંધ આવ્યો હતો. બાદમાં તેમના ગળામાંથી એક લાખ વીસ હજાર રૂપિયાની કિંમતની સોનાની ચેઈન પણ ગાયબ હતી. આ ઘટના બાદ નિતિનભાઈએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં રીક્ષા ચાલક સહીત ચાર વિરુધ્ધ સોનાની ચેઈન તથા મોબાઈલની ચોરીની ફરીયાદ નોંધાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.