Western Times News

Gujarati News

કૃષ્ણનગરમાં એટીએમ કાર્ડ બદલી ૭પ હજાર ઉપાડી લેવાયા

સાબરમતીમાં કેશ મશીનમાં ભરવાના રૂપિયા ગઠીયો સેરવી ગયો : કાલુપુરના વેપારીની બેંક માહીતી લઈ ર૯ હજારની ઉચાપત

(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના ક્રિષ્ણાનગર વિસ્તારમાં મદદ કરવાના બહાને એટીએમ બદલી ગઠીયાએ ૭પ હજારની રકમ ઉપાડયાની ફરીયાદ નોધાઈ છે. જયારે સાબરમતીમાં મદદ કરવાના બહાને ગઠીયો કેશ મશીનમાં ભરવાના બદલે રૂપિયા સેરવી ફરાર થઈ ગયો હતો ઉપરાંત કાલુપુરના એક વેપારીને એટીએમ કાર્ડ બંધ થવાની વાત કરી ગઠીયાએ ર૯ હજાર રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા.

કૃષ્ણનગરમાં બનેલી ઘટનાની વિગત એવી છે કે રમેશભાઈ સોનેસરા ર૯ ઓગસ્ટે સૈજપુર ટાવર નજીક એટીએમમાંથી રૂપિયા કાઢવા ગયા હતા જાેકે રૂપિયા ન નીકળતાં એક પચીસ વર્ષની ઉંમરના શખ્સે મદદ કરવાના બહાને તેમનું એટીએમ બદલી પીન નંબર પણ લઈ લીધો હતો બાદમાં રૂપિયા નથી નીકળતાં કહી જતો રહયો હતો થોડા દિવસ બાદ બેંકની પાસબુક દ્વારા અલગ અલગ જગ્યાએથી કુલ ૭પ હજાર રૂપિયા ઉપડી ગયાની જાણ થઈ હતી જેની ફરિયાદ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

જયારે સાબરમતીમાં રહેતાં ર૭ વર્ષીય મેહુલભાઈ રાઠોડ તેમના કાકાના રૂપિયા એટીએમના કેશ મશીનમાં ભરવા ગયા હતા પરંતુ તેમને ના આવડતું હોઈ આગળ ઉભેલા શખ્સને મદદ કરવાનું કહેતા ેતેણે રૂપિયા ભરતો હોવાનું ડોળ કરી ૪૯ હજાર રૂપિયા સેરવી લીધા હતા બેંકમાં તપાસ કરતા આ ઘટના બહાર આવી હતી. કાલુપુરમાં કામધેનુ માર્કેટમાં દુકાન ધરાવતાં વેપારી તરુણભાઈને અજાણ્યા શખ્સે ફોન કરી મેનેજર તરીકેની ઓળખ આપી એટીએમ કાર્ડની માહીતી માંગી હતી જે આપતા તેના ખાતામાંથી ર૯ હજાર રૂપિયા ટ્રાન્સફર થઈ જતાં તે ચોંકી ઉઠયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.