Western Times News

Gujarati News

મેઘાણીનગરમાં યુવતીને રસ્તામાં રોકી બિભત્સ માંગણી કરતાં ચાર વિરુધ્ધ ફરિયાદ

એક જ ચાલીમાં રહેતાં ચાર શખ્સોની કરતુત : પરિવાર સમજાવવા ગયો તો જાનથી મારવાની ધમકીઓ આપી

(પ્રતિનિધિ) અમદાવાદ,  મેઘાણીનગરમાં રહેતી એક યુવતી ઘરની નજીકથી પસાર થતાં બે શખ્સોએ તેની છેડતી કરી હાથ પકડી લીધો હતો અને બિભત્સ વાતો કરી હતી યુવતી હાથ છોડાવી ભાગી જતાં બંને શખ્સોએ ફરીથી હાથ પકડી વાત કરવા દબાણ કરી તને લઈ જઈશું ખબર પણ નહી પડે તેવી ધમકીઓ આપતાં યુવતીએ પરિવારને સમગ્ર આપવીતી કહેતા આ ઘટનાની ફરીયાદ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

આ ઘટનાની વિગત એવી છે કે ધ્વની (કાલ્પનિક નામ) મેઘાણીનગર ખાતે રહે છે. અઢાર વર્ષીય ધ્વની હાલ બાર સાયન્સમાં અભ્યાસ કરે છે બુધવારે બપોરે ત્રણ વાગ્યાના સુમારે ધ્વની પોતાના એક ઘરેથી બીજા ઘરે જતી હતી ત્યારે મનીષ જગદીશભાઈ પ્રજાપતિ તથા ભરત ચુનીલાલ માળી રામજી મંદીર આગળ તેને રોકી હતી મનીષે તેનો હાથ પકડી તારી કમર સરસ છે તેમ કહેતાં ગભરાયેલી ધ્વની હાથ છોડાવી ઘરે ભાગી ગઈ હતી બીજા દિવસે ગુરૂવારે દસ વાગ્યે ધ્વની પરીક્ષાના પેપર જમા કરાવવા શાળાએ જતી હતી

ત્યારે એ જ સ્થળે ભાવિક ભવરલાલ માળી તથા જયદીપસિંહ ઉદેસિંહ રાજપુતે પણ તેને રોકી હતી અને તું ભરત સાથે વાત કરે છે અમારી સાથે વાતો કેમ નથી કરતી તને ઉપાડી જઈશુ. ખબર પણ નહી પડે તેવી વાત કરતાં ડરી ગયેલી ધ્વનીએ ઘરે જઈ પરીવારને સમગ્ર ઘટના જણાવી હતી. આ અંગે પરીવાર શખ્સોને સમજાવવા જતાં તેમણે ઝઘડો કર્યો હતો અને ગાળો બોલીને હવે પછી અમારું નામ લેશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપતાં પરીવાર ધ્વનીને લઈને મેઘાણીનગર પોલીસ સ્ટેશને પહોચ્યો હતો અને મનીષ, ભરત, ભાવિક અને જયદિપ (તમામ રહે. નાનચંદ માવજીદાસની ચાલી, રામજી મંદિરની ગલીમાં, ચમનપુરા) વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસે ચારેય વિરુધ્ધ તાત્કાલીક તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.