Western Times News

Gujarati News

અમદાવાદ, વયોત્સવ ફાઉન્ડેશન દ્વારા વૃધ્ધાશ્રમમાં કોટન માસ્ક, સેનિટાઈઝર, દવાઓનુ વિતરણ કરવામાં આવ્યુ

અમદાવાદ, વયોત્સવ ફાઉન્ડેશન દ્વારા વૂધ્ધાશ્રમમાં કોટન માસ્ક, સેનિટાઈઝર, હોમીયોપેથીક દવાઓ તેમજ આયુઁવેદિક ઉકાળા નુ વિતરણ કરવામાં આવ્યુ હતું.

હંમેશા વૂધ્ધજનો (વડીલો) ના સ્વાસ્થ્ય ની ચિંતા કરનાર વયોત્સવ ફાઉન્ડેશન કોરોના મહામારી ને ધ્યાન માં રાખી ઉપરોકત વસ્તુઓ દરેક વૂધ્ધાશ્રમ માં પહોંચાડવાનુ અભિયાન ચલાવી રહ્યુ છે જેને અંતગૅત આજ પશ્ર્ચિમ વિસ્તાર માં આવેલ અલગ અલગ ચાર વૂધ્ધાશ્રમ (૧) આશાશ્રી અશક્તાશ્રમ,જન સાધના ટૃસ્ટ઼ સંચાલીત (૨) હિરામણી સાંધ્ય જીવન કુટીર,હિરામણી વૂધ્ધાશ્રમ (૩) વડીલ નિવાસ, ભાગવત વિધાપીઠ ટૃસ્ટ સંચાલીત વૂધ્ધાશ્રમ

(૪) જીવન સંધ્યા સ્મૂતિ,મુમ્બાદેવી મંદિર સંચાલીત વૂધ્ધાશ્રમ માં કોટન માસ્ક, સેનિટાઈઝર,આયુઁવેદિક ઉકાળા તેમજ હોમિયોપેથીક દવાઓનુ વિતરણ કરવામાં આવ્યુ. આશરે ૧૭૦ જેટલા વડીલો ને આજે ઉપરોક્ત વસ્તુ પંહોચાડવવા માં આવી. જેમા ૬૦ વષૅ થી લઈ ૯૪ વષૅ ની ઉંમર ના વૂધ્ધજનો રહે છે.સાથે સાથે દરેક વૂધ્ધાશ્રમ ની વિગતવાર માહીતી પણ મેળવી. ઉપરોક્ત વસ્તુઓ નુ વિતરણ સંસ્થા ટૃસ્ટી ડો. જતીન પાડલીયા તેમજ નિકેતુભાઈ સોલંકી ના હસ્તે કરવામા આવ્યુ. અમારા આ કાયૅ માં મદદરૂપ બનનાર તમામ સ્નેહીશ્રીઓ તેમજ દાતાશ્રીઓ નો ખુબ ખુબ આભાર વ્યકત કરૂ છુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.