Western Times News

Gujarati News

બનાસકાંઠામાં મનરેગા બાદ નકલી ચુંટણી કાર્ડ કૌભાંડ સામે આવ્યું

election card

પાલનપુર, લાખણી ખાતે આવેલા સીએસસી સેન્ટર ઉપર અમુક પ્રકારના સોફટવેરનો ઉપયોગ કરી બિનઅધિકૃત રીતે નકલી ચુંટણી કાર્ડ એક ઇમસ કાઢી આપતો હોવાની માહિતીને આધારે દિયોદર પ્રાંત અધિકારીએ લાખણી ખાતેના સીએસસી સેન્ટરના સંચાલક વિરૂધ્ધ આગથળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે જેને લઇને પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી અનુસાર લાખણીના એક શિક્ષકનું ચુંટણી કાર્ડ ખોવાઇ હયું હોવાથી નવીન ચુંટણી કાર્ડની જરૂરિયાત ઉભી થઇ હતી લાખણી ગ્રામ પંચાયત કચેરી આગળના ભાગે આવેલ નેશનલ સીએસ સી સેન્ટર ધતરાવતા યુવક પાસે જઇ ચુંટણી કાર્ડ બનાવવા જણાવતા તુંટણી કાર્ડમાં સુધારો કરીને ચુંટણી કાર્ડ કાઢી આપ્યું હતું જે સુધારાવાળી પ્રિન્ટ શિક્ષક લાખણી તાલુકા સેવા સદન ખાતે ખરાઇ કરાવવા જતાં ચુંટણી કાર્ડ બિન અધિકૃત રીતે ચેડા કરાયો હોવાની તંત્રને જાણ થઇ હતી.

જે ચુંટણીકાર્ડ પ્રાથમિક રીતે બનાવટી હોવાનું જણાતા દિયોદર પ્રાંત અધિકારીએ લાખણી નેશનલ સીએસસી સેન્ટર ઉપર જઇ કોમ્પ્યુટરના સીપીયુ લઇ સંચાલક પાસે કોમ્પ્યુટર ચાલુ કરાવી ચકાસણી કરતાં તેના કોમ્પ્યુટરમાં સોફટવેરમાં ચુંટણી કાર્ડની વિગતોમાં સુધારા વધારા કરેલા હોવાનું જણાયુ હતું તેમના દ્વારા અરજદારોને નકલો આપતા હોવાનું જણાતા નશનલ સીએસસી સેન્ટરના સંચાલક અમૃતભાઇ વસાભાઇ માજીરાણા રહે લાખણી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.

જાે કે લાખણી ગ્રામ પંચાયતના આગળના ભાગમાં એક કાપડની નેશનલ સીએસસીનું બોરિડનું બોર્ડ મારૂ એક ટેબલ ઉપર લેપટોપ અને પ્રિન્ટર રાખીને ડુપ્લીકેટ દસ્તાવેજાે બનાવતા અમરત મજીરાણાની પોલ ખુલી જતા તેને રાતોરાત બોર્ડ હટાવી લઇને તે ફરાર થઇ ગયો હતો આ બાબતે આગથળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરતા અમરત માજીરાણા નામના આરકોપીને તેના ફેસબુક ફ્રેન્ડ પાસેથી ચુંટણી કાર્ય અને આધાર કાર્ડ કાઢવાનું ઓનલાઇન સોફટવેર ૨૦૦૦માં લીધુ હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.