ચીન અજિત ડોભાલના નામે જૂઠાણું ફેલાવી રહ્યું છે, મીડિયા મહત્ત્વ ન આપે: વિદેશ મંત્રાલય
નવી દિલ્હી, લદાખમાં ચીનની સાથે સરહદ પર તણાવની સ્થિતિ ઊભી થયેલી છે. ચીને સોમવાર મોડી રાત્રે વાસ્તવિક નિયંત્રણ રેખા પર પેટ્રોલિંગ દરમિયાન ભારતીય સરહદ તરફથી ફાયરિંગનો આરોપ લગાવ્યો છે, જેને ભારત સરકારે સ્પષ્ટ શબ્દોમાં ફગાવી દીધો છે. ભારતીય સેનાના નિવેદન બાદ હવે વિદેશ મંત્રાલયએ પણ ચીનના LAC પર ફાયરિંગના આરોપોને ફગાવી દીધા છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, અમે ગ્લોબલ ટાઇમ્સની સાથોસાથ ચીની મીડિયામાં ચાલી રહેલા રિપોર્ટ્સ જોયા. તેમાં NSA અજિત ડોભાલને લઈને પણ કેટલીક કોમેન્ટ્સ કરવામાં આવી છે. આ રિપોર્સ્અ બિલકુલ નકલી અને ખોટા છે. તેનો કોઈ આધાર નથી. અમે મીડિયાને આવા પ્રકારના રિપોર્ટિંગથી દૂર રહેવાનો આગ્રહ કરીએ છીએ.
ભારતીય સૈનિકોએ 7 સપ્ટેમ્બરે પેગોન્ગ સો લેકના દક્ષિણ કિનારા પર એલએસીને પાર કરી ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો. ભારતીય સેનાએ એલએસી પાર કર્યા બાદ હવાઈ ફાયર પણ કર્યું. ચીનનો આરોપ છે કે ભારતીય સેનાએ શેનપાઓ વિસ્તારમાં એલએસી પાર કર્યું અને જ્યારે ચીનની પેટ્રોલિંગ પાર્ટી ભારતીય જવાનો સાથે વાતચીત કરવા માટે આગળ વધી તો તેઓએ જવાબમાં વોર્નિંગ શૉટ કર્યા એટલે કે હવામાં ગોળી ચલાવી.