Western Times News

Gujarati News

વડોદરાની SSGના કોવિડ સેન્ટરના વોર્ડમાં લાગેલી આગની ઘટનાના CCTV મળ્યા

વડોદરા, વડોદરાની સયાજી હોસ્પિટલના કોવિડ સેન્ટરના આઇસોલેશન વોર્ડમાં આગ ફાટી નીકળી હતી. ઇલેક્ટ્રિક વાયરો સળગતા ધુમાડાથી કોરોના દર્દીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગવાની જાણ થતા જ ફાયર બ્રિગેડ પણ હોસ્પિટલે દોડી આવ્યું હતું. ત્યાર બાદ ફાયર બ્રિગેડે વોર્ડમાં ફસાયેલા કોરોના દર્દીઓને બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે જાણ થતા OSD ડો. વિનોદ રાવ અને સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. રંજન ઐયર દોડી ગયા હતા. હજુ બે દિવસ પહેલા જ આગ અંગેની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે,  અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં 6 ઓગસ્ટના રોજ આગ લાગી હતી. જેમા કોરોનાની સારવાર લઇ રહેલા 8 દર્દીઓના મોત થયા હતા. મૃતકોમાં 5 પુરુષ અને 3 મહિલાનો સમાવેશ થતો હતો. આ આગ હોસ્પિટલના ચોથા માળે આગ લાગી હતી.

https://westerntimesnews.in/news/62181


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.