Western Times News

Gujarati News

એલએસી પર ૪૫ વર્ષ બાદ ગોળીબાર થયો, ચીને ભારત પર આરોપ લગાવ્યો

નવીદિલ્હી, લાઇન ઓફ એકચુઅલ કંટ્રોલ (એલએસી) પર પૂર્વ લદ્દાખ વિસ્તારમાં ભારત અને ચીનની વચ્ચે તનાવ સતત વધી રહ્યો છે ગહત રાતે ચીનની સેનાએ લદ્દાખમાં એકવાર ફરી ધુષણખોરી કરવાનો પ્રયાસ કરતાં ભારતીય ચોકીઓ પર ગોળીબાર કર્યો હતો. તેમનો જવાબ આપતા ભારતીય સેનાએ પણ ગોળીબાર કર્યો જયારે આ ઘટના બાદ હવે ચીનને એકવાર ફરી ભારત પર આરોપ લગાવવાનું શરૂ કરી દીધુ છે.

ચીની સરકારના મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સે પુરી ધટનાનો દોષ ભારત પર નાખ્યો છે તેનું કહેવુ છે કે ભારતીય સેનાએ બિનકાનુની રીતે એલએસી પાર કરી અને પૈંગેંગ ઝીલની દક્ષિણી કિનારામાં ઘુસી આવ્યા ભારતીય સૈનિકોએ જ પહેલા ગોળીબાર કર્યો જવાબમાં ચીની સેનાને પણ ગોળીબાર કરવોે પડયો હતો ચીની સેનાના વેસ્ટર્ન થિયેટર કમાંડના પ્રવકતાના હવાલાથી પૈંગોંગ સોની પાસે ઝડપનો દાવો કરવામાં આવ્યો છે જાણકારી અનુસાર હાલ સ્થિતિ કંટ્રોલમાં છે.

ચીનથી જારી તનાવ વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકર આજે ચાર દિવસીય રશિયા યાત્રા પર રવાના થઇ રહ્યાં છે ત્યાં વિદેશ મંત્રી શંધાઇ કોઓપરેશન ઓર્ગેનાઝેશન (એસસીઓ)ની બેઠકમાં ભાગ લેશે ૧૦ સપ્ટેમ્બરે વિદેશ મંત્રી શોઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (એસસીઓ)ની બેઠકમાં ભાગ લેશે ૧૦ સપ્ટેમ્બરને વિદેશ મંત્રી એસ જયશંકર અને ચીની વિદેશ મંત્રી યાગ યીની વચ્ચે મોસ્કોમાં વાતચીત થનાર છે આ પહેલા શુક્રવારે જ સીમાને લઇ રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ચીની રક્ષા મંત્રી વેઇફેંગની વચ્ચે મોસ્કોમાં વાતચીત થઇ હતી.

ભારત અને ચીનની વચ્ચે સીમાને લઇ તનાવ ઓછો થવાની સંભાવના જાેવા મળી રહી નથી સોમવારે મોડી રાતે બંન્ને દેશોની વચ્ચે ૪૫ વર્ષ બાદ ગોળીબારની ઘટના થઇ લદ્દાખમાં ભારત ચીન સીમા પર ગત વખતે ૧૯૭૫માં ગોળીબાર થયો હતો તે સમયે અરૂણાચલ પ્રદેશના તુલુંગ લામાં આસામ રાયફલ્સના જવાનોની પેટ્રોલિંગ ટીમ પર હુમલો થયો હતો જેમાં અનેક જવાન શહીદ થયા હતાં ૧૯૯૩માં ભારત અને ચીનની વચ્ચે એક સમજૂતિ થઇ હતી જેમાં સહમતિ બની હતી કે બંન્ને દેશ સીમા પર કોઇ પણ સ્થિતિમાં ગોળીબાર નહીં કરે આ સમજૂતિને કારણે ૧૫ જુનના રોજ ગલવન ઘાટીમાં હિંસક ઝડપ છતા ગોળી ચલાવવામાં આવી ન હતી ચીનની સરકારી પ્રોપૈંગેંડા અખબાર ગ્લોબર ટાઇમ્સે ચીની સેનાના વેસ્ટર્ન થિયેટર કમાંડના પ્રવકતાના હવાલાથી પૈંગોગ સોનીપાસે અથડાણનો દાવો કર્યો છે.

ગ્લોબલ ટાઇમ્સે લખ્યું ભારતીય સેનાએ પૈંગોંગ સો ઝીલના દક્ષિણ છેડે શેનપાઓની પહાડી પર એલએસીને પાર કરી ભારતીય જવાનોએ વાતચીતની કોશિશ કરી રહેલ પીએલએના બોર્ડર પેટ્રોલથી જાેડાયેલ સૈનિકો પર વાર્નિગ શોટ ફાયર કર્યા બાદ ચીની સૈનિકોને સ્થિતિ કાબુમાં કરવા માટે પગલા ઉઠાવવા પડયા પીએલના વેસ્ટર્ન કમાંડરના પ્રવકતા ઝાંગ શુઇએ ભારત પર આરોપ લગાવતા કહ્યું કે ભારતીય પક્ષે દ્વિપક્ષીય સમજૂતિનો ભંગ કર્યો છે તેનાથી ક્ષેત્રમાં તનવા અને ગલતફેમી વધશે આ એક ગંભીર સૈન્ય ઉશ્કેરણી છે ઝાંગે આગળ કહ્યું કે અમે ભારતીય પક્ષથી માંગ કરીએ છીએ કે ખતરનાક પગલાને રોકે અને ગોળીબાર કરનાર શખ્શને સજા આપે આ સાથે જ ભારત એ સુનિશ્ચિત કરે કે આવી ધટનાઓ બીજીવાર ના થાય પીએલના વેસ્ટર્ન કામાંડના સૈનિકો પોતાના કર્તવ્યનું પાલન કરશે અને રાષ્ટ્રની ક્ષેત્રીય સંપ્રભુતાની રક્ષા કરશે બીજીબાજુ ભારતીય સુત્રોનું કહેવુ છે કે પીએલએના સૈનિક ગલવાન જેવી હિંસાને દોહરાવવાની ફિરાકમાં હતાં. હથિયારો લઇ ચીની સૈનિકો પહાડી તરફ વધ્યા આ ચોટી થાકુંગ સ્પાંગુર ગૈપની વચ્ચે આવેલ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.