સોસાયટીઓ-ફલેટોમાં પણ કોરોનાને રોકવા કો-ઓર્ડીનેટર નીમવા પડશે
માઈક્રો કન્ટેઈન્મેન્ટના તમામ રહીશોના રીપોર્ટ નેેગેટીવ આવશે પછી જ મુક્તિ અપાશેઃ ચેપને રોકવાના નિયમો પાળવા પડશે
(એજન્સી) અમદાવાદ, અમદાવાદમાં કોરોનાના સંક્રમણને રોકવા અનેક પગલાં લેવાઈ રહ્યા છે. કોમર્શિયલ એકમોમાં ૩૦ થી વધુ કર્મચારી કામ કરતા હોય તો એક વ્યક્તિને કોવિડ કો-ઓર્ડીનેટર નીમવાની જાહેરાત અગાઉ થઈ હતી.એવી જ રીતે તમામ ફલેટો, સોસાયટીઓ, કોલોનીઓમાં પણ એક એક કોર્ડિનેટર નીમવા આજે આદેશ બહાર પડાયા છે. કઈ વ્યક્તિ કો-ઓર્ડીનેટેર તરીકે રખાઈ છે એની પણ જાણ મ્યુનિસિપલને કરવાની રહેશે. આ કોર્ડિનેટર સોસાયટીમાં માસ્ક પહેરવા, સોશ્યલ ડીસ્ટન્સ જાળવવું, વગેરે બાબતોન પાલન કરાવવાનુ રહેશ. હોમ-ક્વોરેટાઈન કકરાયેલા કુટુબ નિયમનુ પાલન કરે એ જાેવાનુ રહેશે.
બહારથી આવતી વ્યક્તિએ માસ્ક પહેેર્યા છે કે નહીં, થર્મલ ગનથી તેનુ ચેકીંગ, આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરાવવી, હેન્ડ સેનેટાઈઝર નો ઉપયોગ કરાવવાનો રહેશે. કોઈની તબિયતમાં ગરબડ થાય તો તરત ૧૦૪ એમ્બ્યુલન્સ બોલાવીને એ વ્યક્તિને સોંપવાની રેશે. પોઝીટીવ આવેલા દર્દીના સંપર્કમાં ૧૪ દિવસ દરમ્યાન કોણ કોણ આવ્યુ હતુ તેની જાણ મોબાઈલ નંબરો સાથે મ્યુનિસિપલને કરવાની રહેશે.
માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારમાંથી કોઈ પણ વ્યક્તિ માત્ર મેડીકલ કારણોસર પોલીસને નોંધણી કરાવીને બહાર જઈ શકશેક. માઈક્રો કન્ટેઈમેન્ટમાં તમામના ટેસ્ટ કરાયા બાદ કોઈ કેસ પોઝીટીવ ન નીકળે તો જ એરિયાને મુક્તિ અપાશે. હોમ-ક્વોરેન્ટાઈન કુટુબની વ્યક્તિ ઈમરજનસીમાં જ બહાર નીકળી શકશે. ટેસ્ટ કરવા આવનાર સ્ટાફને સહયોગ આપવાનો રહેશે. ઉપરાંત આ કામગીરીમાં સહયોગ નહીં આપનાર સામે દંડનાત્મક કાર્યવાહી થશે તેમ પણ જણાવાયુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રીવરફ્રન્ટ હાઉસ ખાતે અધિક મુખ્ય સચિવ ડો.રાજીવકુમાર ગુપ્તા, કમિશ્નર મુકેશકુમારની અન્ય ઉચ્ચ અધિકારી ઓ સાથે યોજાયેલી મીટીગ દરમ્યાન ઉપરોક્ત નિર્ણય લેવાયા હતા.ડો. રાજીવકુમાર ગુપ્તાએ જણાવ્યુ હતુ કે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ કોરોનાની મહામારીને નાથવા અનેકવિધ પગલાં લેવાઈ રહ્યા છે. જેમાં આ નિર્ણય ખુબ જ અસરકારક સાબિત થશે તેમ જણાય છે. SSS